________________
૭૪
અનુભવ સંજીવની કદી કલ્યાણ થાય એમ બને જ નહિ.
(૨૬૪)
સપ્ટેમ્બર - ૧૯૮૮ - ત્રિકાળ નિરાવરણ નિજ પરમાત્મતત્વનું ધ્યાન, તે જ ભગવાન અહંત પરમેશ્વરનાં મુખારવિંદથી પ્રવાહિત દિવ્ય ધ્વનિનો સાર છે. તેમજ તે દિવ્યધ્વનિના પરિજ્ઞાનમાં કુશળ એવા ચાર જ્ઞાનધારી ગણધરદેવ રચિત સકળ શ્રુત-સિદ્ધાંતના અર્થ સમૂહરૂપ સર્વસ્વ સાર અર્થાત્ રહસ્ય છે. (૨૬૫)
- સ્વાનુભવ અર્થે અનુભવશ્રેણીની કાર્ય પદ્ધતિ જ અનુકૂળ છે વા સાધન છે. જે અંતર ક્રિયા છે. જ્યાં વાંચન . વિચાર આદિ બાહ્ય ક્રિયા છે. આ કાર્ય પદ્ધતિનો પ્રકાર નિજ અવલોકન છે. જે વિચારથી આગળ છે. તેથી વાંચન - વિચારની મર્યાદાથી આગળ એવું નિજ અવલોકન શરૂ ન થાય તો તે જીવ વાંચનાદિ બાહ્ય ક્રિયામાં જ રોકાઈ જાય છે. વિચારમાં પરોક્ષતા રહે છે. જ્યારે વસ્તુ અને અનુભવ તો પ્રત્યક્ષ છે. તે માટે માત્ર વિચારશ્રેણીની પદ્ધતિ અપર્યાપ્ત છે. એકલા તર્ક અને વિચારમાં કલ્પના થવાની સંભાવના છે.
(૨૬૬)
/ “જીવ કરવા ધારતો નથી, તેથી સ્વકાર્ય થતું નથી” (પૂ. બહેનશ્રી) તે વચન પરમ સત્ય
છે. ઉક્ત વચનમાં ભાવના અને નિશ્ચયનું જોર છે. તેને લીધે પરની અધિકાઈ છૂટે છે, તેથી પર પ્રત્યે રોકાવાનું બંધ થઈ સ્વકાર્યમાં યોજાય છે. પરથી ઉદાસ થયા વિના સ્વપ્રતિ જવાનો અવકાશ થતો નથી.
(૨૬૭)
/ નિરૂઉપાધિક સ્વભાવ દૃષ્ટિમાં વિકલ્પ માત્ર બોજારૂપ લાગે છે. જ્ઞાનના જ્ઞાતાપણાને રાગના કર્તૃત્વમાં અનંતો બોજો અને દુઃખ છે. નેત્ર પાસે વજન ઉપડાવવા જેવું છે, અવલોકનમાં જ્યાં રાગ ઉપાધિરૂપ લાગે છે, તેને જ્ઞાન સાથે મીંઢવતાં જ્ઞાનનું રૂપ નિરૂઉપાધિક લાગે છે, ત્યાં (ઉપાધિથી ખસવારૂ૫) ભેદજ્ઞાન શરૂ થાય છે.
(૨૬૮)
છે જે મુમુક્ષુ જીવને સ્વીકાર્ય શીધ્રપણે કરવાના તીવ્ર ભાવ - વેગ વર્તે છે, તે સ્વ સન્મુખ થવાના સહજ પ્રયાસમાં વર્તે છે. તેમાં તેને પ્રમાદ થતો નથી. સ્વ સન્મુખના પ્રયાસમાં દર્શનમોહનો રસ એકદમ ઘટે છે. આવો પ્રયાસ તે સ્વાનુભવનું મૂળ / અનન્ય કારણ છે. (૨૬૯)
ઑક્ટોબર - ૧૯૮૮ - જ્ઞાન દી મોઢ ક્ષય વIRUK વ જ્ઞાનાત્ મોદ પ્રપતિ જ્ઞાનમ્ હિંમોહેતુ: (સમયસાર -