________________
અનુભવ સંજીવની
૭૩ જીવને બાકી નથી. વિવેકી જીવ તેના ઉપાદાનને જોઈ, પ્રમુદિત / પ્રસન્ન થાય છે. વક્રદૃષ્ટિવાળા તેને નિમિત્તાધીન વૃત્તિ ગણે છે,
(૨૫૮)
V પોતાનો ક્રમ પુરુષાર્થ માટેનો અતિ ઉત્સાહ) દઢ કરવા યોગ્ય છે, થવા યોગ્ય છે. જાગૃતિ હોય તો જ ચોતરફથી અંતર નિવૃત્તિ રહી શકે, નહિ તો બાહ્ય નિવૃત્તિનો પુણ્યયોગ પણ કષાયની મંદતામાં વ્યતીત થશે, પૂરો થશે.
(૨૫૯)
- સંયમ ક્યારે પ્રાપ્ત થાય વા વર્ધમાન થાય ? તીણ પરિણતિએ બ્રહ્મરસ - નિર્વિકાર ચિદ્રસમાં સ્થિરપણું ઉત્પન્ન થાય ત્યારે. સંયમ = વિષયો પ્રતિના પરિણામ ન થાય તે. (૨૬૦)
ઑગસ્ટ - ૧૯૮૮ જેમ સર્વ જીવ સ્વભાવ હોવાને લીધે સર્વત્ર, સર્વદા સુખ ઇચ્છે; તેમ સ્વરૂપથી સર્વોત્કૃષ્ટ હોવાને લીધે સર્વ જીવો, પોતાની મહાનતા (પ્રાપ્ત) થાય તેમ ઇચ્છે. પરંતુ સ્વરૂપ બોધના અભાવને લીધે, પરપદમાં સુખ અને મોટાઈને (મહાનતાને દેખે છે, તેથી પરપદમાંથી માન અને સુખ મેળવવા મિથ્યા / વૃથા પ્રયત્ન કરે છે અને તેના પરિણામો સ્વગુણના ઘાતક હોવાને લીધે, દુર્ગુણ હોઈ, દુઃખ - આકુળતા જનક છે. માનનો પરિહાર કરવા અર્થે સત્પુરુષ પ્રત્યે સર્વ સમર્પણબુદ્ધિ-પરમ દેખ્યત્વ, તે અતિ સુંદર અને સુગમ ઉપાય છે–સહજ માત્રમાં ઉપરોક્ત બન્ને મહાદોષ ટળી પરમ સુખ સ્વભાવ ગ્રહણ થવાની યોગ્યતાનું આમાં રહસ્ય છે.
(૨૬૧)
( રાગમાં દુઃખ નહિ લાગવામાં, એક ન્યાયે ઠીકપણાથી રાગની અનુમોદના વર્તે છે. તેમાં રાગનું કત્વ (તેથી) સિદ્ધ થાય છે. – આ પ્રકાર, સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થના અભાવને લીધે, “જ્ઞાનમાત્ર નું વલણ / જાગૃતિ નહિ હોવાને લીધે, મુમુક્ષુને રહે છે, તે યોગ્ય નથી. (૨૬૨)
આત્મ દ્રવ્ય મેચક.અમેચક સ્વરૂપ છે. તેમાં મેચકતા ઉપાદેય નથી. મેચકને અમેચક ઉપાદેય છે કે જેથી મેચકભાવ શુદ્ધ સમ્યપણું - શાંતતા પામે છે. મેચક અંગ ચલિત પરિણામરૂપ છે. તેને અમેચક અંગનું અવલંબન જ ઇષ્ટ છે. અન્યથા તેમાં અશાંતિ, મલિનતા થતી રોકી શકાય નહિ.
(૨૬૩)
કે પરમાર્થની વાસ્તવિક ઇચ્છા - ભાવનાનું લક્ષણ એ છે કે જીવ ઉદય પ્રસંગોથી ઉદાસ થાય. તેમ ન થાય તો, આત્મહિતની ખરી, અંતરની ભાવના જ નથી. આ વાસ્તવિકતા આવ્યા વિના,