________________
૭૨
અનુભવ સંજીવની
એક ભવના શેષ કાળને પૂર્વકર્મ અનુસાર વેદી લઈ, તે માટે ભાવીની ચિંતાવશ, નવા માઠા કર્મ ન બાંધવા મુમુક્ષુ જીવનો અભિપ્રાય અને નિર્ણય હોય છે; તેથી ભરણ-પોષણ માત્ર મળે તો તેમાં પણ સંતોષ પામે છે. કારણ કે વિશેષનું કાંઈ પ્રયોજન નથી. તેથી મુમુક્ષુ જીવ મુખ્યપણે આત્મહિતનો જ વિચાર અને ઉદ્યમ કરે. દેહ અને દેહ સંબંધી કુટુંબની મહત્તા માટે પરિગ્રહ અને પ્રવૃત્તિ વધારવાનું સ્મરણ પણ ન થવા દે, નહિ તો આત્મહિતનો અવસર જ ન રહે, તેવો આ કાળ છે. આમાં શિથિલતા કર્તવ્ય નથી.
(૨૫૩)
જુલાઈ - ૧૯૮૮
કેવળ અંતર્મુખ થવાનો બોધ શ્રી તીર્થંકરાદિ મહત્ પુરુષોએ ફરમાવ્યો છે, જે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. વિશુદ્ધમતિથી અને તીવ્ર પુરુષાર્થથી અંતર્મુખનો પ્રયાસ થવા યોગ્ય છે. મનુષ્ય પર્યાય તે માટે ઉત્કૃષ્ટ અવસર છે; તેમાં પ્રમાદ થાય છે તે ખેદજનક છે.
(૨૫૪)
જો તિર્યંચ અવસ્થામાં પણ, આત્મા તીવ્ર પુરુષાર્થ વડે પંચમ ગુણસ્થાનને યોગ્ય સ્વભાવ સ્થિરતાને પહોંચી શકે છે, પહોંચે છે, તો મનુષ્ય ચતુર્થ ગુણસ્થાનને યોગ્ય ચૈતન્ય વીર્યની સ્ફુરણા માટે પાછો પડે ! અથવા પ્રમાદ કરે છે ? તે આત્મ જાગૃતિની અત્યંત ક્ષતિ અથવા અભાવ સૂચક છે. તેથી સાવધાન થઈ, સાવધાન રહી, અપ્રમત્તભાવે પુરુષાર્થ પ્રગટવો ઘટે છે. (૨૫૫)
પરમ નિર્દોષતા, પવિત્રતા, પરમશાંતરસ પ્રતિપાદક, આત્મભાવ આવિર્ભાવ પામે તેવા વીતરાગ વચનોની / વીતરાગ શ્રુતની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત થૈર્ય માટે તે પરમ ઔષધ છે.
(૨૫૬)
આત્માનંદ કે જે સ્વરૂપ આશ્રયે પ્રગટે છે અને જે અપૂર્વ હોવા છતાં મુખ્ય થતો નથી (ગૌણ રહે છે) તે જ માત્ર સમ્યક્ નિશ્ચંત સ્થિતિ છે. અન્યથા મંદ કષાયમાં વૃત્તિ શાંત કરી છે’ એવું અહંપણુ જીવને સ્ફુરવાથી, એવા ભુલાવામાં રખડી પડાય છે અથવા પરિણામ મુખ્ય થવાથી પરિણામ નીચ કોટિને ભજે છે.
(૨૫૭)
જે પાત્ર જીવ સત્પુરુષને ઓળખી, પરમ દૈન્યવૃત્તિએ તે ભગવાનરૂપ સત્પુરુષના ચરણમાં રહેવાનો ઇચ્છુક છે; તેવા યથાર્થ પ્રકારને નિમિત્તાધીન વૃત્તિ / દષ્ટિપણું ગણવા યોગ્ય નથી. કેમકે તેવા જીવનું ઉપાદાન નિજ હિતાર્થે જાગૃત થઈ જ ગયું છે. ત્યાં નિમિત્તાધીન દૃષ્ટિની શંકા કરવી, તે કુતર્ક છે. કુતર્ક મનનો રોગ છે. કાર્ય ઉપાદાનથી થાય છે, તેવું શીખવાનું - સમજવાનું તે