________________
અનુભવ સંજીવની સમર્થ જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં (દર્શાવતાં એવા વચનો પણ જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગની રુચિવશ, નિજ સ્વરૂપનો વિચાર / નિશ્ચય કરવાનું બળ ઉત્પન્ન થવામાં સફળ થતાં નથી. ઉપરનાં અવરોધક કારણોને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના, જીવને સ્વસ્વરૂપનો નિશ્ચય થવો . ભાવભાસન થવું અત્યંત દુર્લભ છે.
(૨૪૯)
જે વેદનીય આદિ કર્મનો ઉદય ભોગવ્યા વિના છૂટવાની ઇચ્છા જ્ઞાની પુરુષ કરે નહિ, કરે તો તે જ્ઞાની નહિ પણ દેહાધ્યાસી અજ્ઞાની છે. દેહાધ્યાસી અજ્ઞાની જ એવી ઇચ્છા રાખે, જ્ઞાનીને તો ભેદજ્ઞાન વર્તતું હોવાથી વેદનાનો ભય નથી પરંતુ વેદનાના ઉદયકાળ જ્ઞાની વિશેષ પુરુષાર્થ પરાયણ સહેજે રહે છે.
સર્વ કાળે થવા યોગ્ય જ થાય છે, તેથી તેવા સમ્યક સમાધાનપૂર્વક આકુળતા કરવા યોગ્ય નથી. જે કોઈ આકુળતા કરે છે તે અપરાધી થાય છે. તો પણ જે થવા યોગ્ય હોય તે જ થાય છે. તેથી જ્ઞાને કરી અપરાધ નિવારવા યોગ્ય છે.
(૨૫O)
આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દેવા સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય તેવો વિકટ પ્રારબ્ધોદય અથવા પડવાના ભયંકર સ્થાનક . પ્રસંગોએ જાગૃત રહી, સાવચેત રહી, તથારૂપ પુરુષાર્થે જેમણે આત્મસિદ્ધિ સિદ્ધ કરી છે, તે સત્પરુષના પુરુષાર્થને સંભારતા રોમાંચિત આશ્ચર્ય ઉપજે છે, યથાવત ભક્તિ ઉપજે છે. “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !" – શ્રીમદ્ રાજચંદ્રજી
(૨૫૧)
V દુષ્કર એવી તૃષ્ણાનો યથાર્થ પરાભવ થવા અર્થે ૫ કૃપાળુદેવ શ્રીમદ્જી એ મુમુક્ષુને બાંધેલ ઉપદેશના મુદ્દા :
૧. આત્મહિતની તીવ્ર જિજ્ઞાસાવશ ભોગાદિ પ્રત્યે નીરસપણું, મોળાપણું. ૨. લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ અર્થાતુ લોકસંજ્ઞા ઓછી કરવાથી. ૩. લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા નથી, તેવા નિશ્ચયથી–સમજણથી લોકસંજ્ઞા તોડવી.
૪. માત્ર આજીવિકા સિવાઈ વિશેષનું પ્રયોજન ન ભાસવું, તેથી મંદ (રસ) પરિણામે વ્યવસાયમાં પ્રવર્તવું, તેથી જે ઉપાર્જન થાય તેમાં સંતુષ્ટ રહેવું.
૫. સપુરુષ પ્રત્યે અનન્ય આશ્રયભક્તિ થી વર્તવું.
૬. પૂર્વકર્મ અનુસાર સમાધિભાવે પ્રારબ્ધ વેદતાં દીનતા ન કરવી અને આયુષ્યનો શેષ અલ્પકાળ હોઈ આત્મહિતને મુખ્ય કરવું.
(ઉપર)