________________
૭૦
નથી. (તે દર્શનમોહના આવરણનું કારણ છે).
\
મુમુક્ષુના પુરુષાર્થની Back Ground : થોડા કાળનો એક જન્મ (ભવ) પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો; તેમાં દીનતા કરવી ઉચિત નથી. એ અડગ નિશ્ચય રાખવા યોગ્ય છે. અન્યથા પુરુષાર્થ ઉપડે જ નહિ. સર્વ પ્રસંગોમાં સહજ ભાવે વર્તવાનો અભ્યાસ રહે, તો નિવૃત્તિ રહે, અન્યથા પ્રવૃત્તિ / ઉપાધિ વહોરવી પડે. આ પ્રકારની દશા કેળવતાં ભવ-ઉદાસીપણું સિદ્ધ થાય. (૨૪૪)
જ
અનુભવ સંજીવની
લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞાની વૃદ્ધિ થતાં, પરમાર્થના વિષયમાં જીવને કલ્પના થવા લાગે છે. આવી કલ્પના વાસ્તવિક વસ્તુ સ્વરૂપથી વિપર્યાસરૂપ છે, ભવના કારણરૂપ છે. તેથી ઓઘસંજ્ઞાની નિવૃત્તિ અર્થે જાગૃત રહી પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદમાં ઓઘસંજ્ઞા ચાલુ રહે તે હાનિકારક છે. લોકસંજ્ઞા તો પ્રત્યક્ષ ઝેર જ છે.
(૨૪૫)
જૂન - ૧૯૮૮
જ્ઞાનીનું ઉપજીવન અર્થાત્ દેહાદિક સંબંધી બાહ્ય પ્રવૃત્તિ, પૂર્વકર્મ અનુસાર થાય છે. જ્ઞાનને વિષે (સ્વરૂપને વિષે) પ્રતિબંદ્ધતા થાય તેવું કાંઈપણ તેઓ કરતા નથી, કરવાનો પ્રસંગ પણ ઇચ્છતા નથી, સ્વરૂપ-અપ્રતિબંદ્ધતા અર્થે, જે કાંઈ પૂર્વકર્મ અનુસાર ઉદય ભજે, તે તેમને સમ્મત છે. એવો દઢ નિશ્ચય સ્વરૂપાશ્રિત થયો છે, તેમને નમસ્કાર હો !
(૨૪૬)
Vજેને દર્શનમોહ બળવાનપણે વર્તે છે અને તેથી જે પ્રત્યક્ષ જ્ઞાની - સત્પુરુષથી વિમુખ વર્તે છે, તેવા જીવોને સત્પુરુષની અવજ્ઞા બોલવાનું નિમિત્ત આપણાથી પ્રાપ્ત ન થાય તેટલો ઉપયોગ રાખી વર્તવું યોગ્ય છે. અણઉપયોગ (આ વિષયમાં) દોષ જાણવો.
સત્પુરુષનો અવર્ણવાદ કરવો, તેમાં ઉત્સાહિત થવું, તે જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. પરંતુ સત્પુરુષના ગુણગ્રામ કરવાં, તેમાં ઉત્સાહિત થવું, તેમની આજ્ઞાએ ‘સરળ પરિણામે’ પરમ ઉપયોગથી વર્તવું, તે અનંત સંસારના નાશનું કારણ છે. આ અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. (કૃ-દેવ)
(૨૪૭)
૮ મુમુક્ષુજીવે સિદ્ધાંત અને અધ્યાત્મ સંબંધી જરાપણ વિપર્યાસ ન થાય તેની અત્યંત સાવધાની રાખવી ઘટે છે; નહિ તો મિથ્યા આગ્રહથી કહેતાં / બીજાને પ્રેરતાં, પોતાને બોધ થવાની યોગ્યતા આવરણ પામે; એમ જાણી નિરાવરણ થવાના લક્ષે પણ દોષિત પ્રવૃત્તિથી અટકવું/ જાગૃત રહેવું હિતાવહ છે. ભવભીરૂ જીવ આવા દોષથી જાગૃત રહી બચે છે. ખાસ કરીને અધ્યાત્મરસથી વિમુખ ન થવાય તે ગંભીરપણે લક્ષમાં લેવા યોગ્ય છે.
(૨૪૮)