________________
૭૭
અનુભવ સંજીવની
?
(૭) આગમ - અધ્યાત્મ : અધ્યાત્મનો વિષય અને સિદ્ધાંત, ચારેય અનુયોગના સિદ્ધાંતોથી પર છે - ઉત્કૃષ્ટ છે. તેથી ચારેય અનુયોગનો હેતુ અધ્યાત્મનું નિરૂપણ કરવાનો - સ્થાપવાનો છે. તેથી આ હેતુવશ રહીને આગમનું અવગાહન કર્તવ્ય છે. અધ્યાત્મની સિદ્ધિ અર્થે, આગમજ્ઞાન યથાવત્ રહી, ગૌણ થઈ, નિરૂપણ કરતાં તે સમ્યક્ છે. દા.ત. ત્રિકાળી ધ્રુવની ઉપાદેયતામાં અહંબુદ્ધિ થવા અર્થે - સર્વ પર્યાય (પ્રમત્ત-અપ્રમત્ત), પરદ્રવ્ય, પરભાવ કહેતાં, દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત - પર્યાય સ્વદ્રવ્યનો અંશ છે - યથાવત્ રહી, જ્ઞાનમાં ગૌણ થાય છે. આમ આગમ-અધ્યાત્મનું સંતુલન રહેવું તે સમ્યમાર્ગની સૂક્ષ્મતા છે. રાગ, જીવ-વિકારભાવ હોવા છતાં, તેના નિષેધકાળે, રાગને પુદ્ગલ કહેતાં જ્ઞાનીને સંતુલન રહે છે.
×૪' (૮) ઉત્સર્ગ - અપવાદ : સાધકનું પરિણમન ઉત્સર્ગ - અપવાદની મૈત્રીરૂપ હોય છે. કેવળ વીતરાગતા જ ઉપાદેય હોવાથી તેની સિદ્ધિ અર્થે ઉત્સર્ગ / સિદ્ધાંત છે. તો પણ શુદ્ધિના મંદ પુરુષાર્થને લીધે સાધકને વિકલ્પ થઈ જાય છે, તે અપવાદ માર્ગ છે, ત્યાં અશુભથી બચવા શુભરાગરૂપ પ્રવર્તવું પણ થાય છે. આમ પરિણામનું સંતુલન ગુમાવ્યા વિના, સાધક ઉગ્ર પુરુષાર્થમાં પ્રવર્તતાં શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ દશામાં આરૂઢ થઈ મોક્ષમાર્ગમાં આગળ વધે છે.
(૯) જ્ઞાન - પુરુષાર્થ : પરમતત્વનો આશ્રય સ્વભાવના જોરથી આવે છે. સ્વભાવ ઉપર જોર થવું, તે જ સ્વરૂપ જ્ઞાનની વાસ્તવિકતા છે; અન્યથા દ્રવ્ય ગુણ, પર્યાય સંબંધી ક્ષયોપશમવાળું જ્ઞાન, અનાદિ કષાયના જોરવાળું ક્ષયોપશમ જ્ઞાન વસ્તુના દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદોને જાણે તે પરાશ્રય છોડાવવા સમર્થ નથી. અનાદિ પર્યાયમાત્રના આશ્રયને છોડાવવા સમર્થ નથી પરંતુ સ્વભાવનું જોર જ પર્યાયાશ્રિતપણું છોડાવે છે. પરંતુ સ્વભાવ પ્રતિ જોર દેવામાં કૃત્રિમતા / કલ્પના ન થાય તે ધ્યાન રાખવા યોગ્ય છે. વાસ્તવિકપણે તો સ્વભાવની ઓળખાણ ભાવભાસન–લક્ષ પૂર્વક જો સ્વભાવ પ્રત્યે જોર-(વીર્ય) ઉછળે તો કલ્પના-કૃત્રિમતા થતી નથી, અને તે પ્રકારમાં દ્રવ્ય, ગુણ, પર્યાય રૂપ વસ્તુનું સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળી સ્વભાવ પ્રત્યેનું જોર બન્ને વચ્ચે યથાર્થ સંતુલન જળવાઈ રહે છે.
જે જીવને વસ્તુ સ્વરૂપમાં કલ્પના થાય છે, તેને ત્રિકાળી સ્વભાવ પ્રત્યે સહજ વીર્ય (પુરુષાર્થ) ઉછળતું નથી. તે કૃત્રિમ જોરરૂપ વિકલ્પરૂપ / ભાષારૂપ પ્રવૃત્તિ કરે, તો પણ તે સ્વભાવની સમીપ આવતો નથી. અને તેને ઉપર્યુક્ત સ્વરૂપજ્ઞાન અને ત્રિકાળીનું જોર દેવા વચ્ચે સંતુલન રહેતું નથી. એકાંત થઈ જાય છે. (તેને જ એકાંત અર્થાત્ આભાસ કહેવાય છે.)
વસ્તુ સ્વરૂપનો નિશ્ચય થવામાં કલ્પના થઈ જવાનું કારણ :–
જે જીવને લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અથવા અસત્સંગની પ્રીતિરૂપ પરિણામ થવાં તે છે. દુ:ખ
તે કલ્પનાથી ઉત્પન્ન થતો ભાવ છે – તે સત્ય વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તત્ત્વ વિચારણામાં યથાર્થ નિશ્ચય થવા અર્થે અને કલ્પના ન થવા અર્થે, આત્માર્થાતા સમેત અંતર સંશોધનપૂર્વક નિર્ણયની