________________
૭૮
અનુભવ સંજીવની દિશામાં પ્રયત્ન થવા યોગ્ય છે. નહિ તો કલ્પના–એટલે કે દુઃખનું કારણ અવશ્ય ઉત્પન્ન થશે
(૧૦) પર્યાયની ભિન્નતા . અભિન્નતા : જીવની પર્યાય કથંચિત્ ભિન્ન હોવાથી તેની સ્વતંત્રતા દર્શાવતાં, પ્રત્યક્ષ સંસાર અવસ્થાથી તે સ્વતંત્રતા સિદ્ધ થાય છે. મૂળ સ્વભાવ સંસારથી સર્વથા રહિત, સદાય એકરૂપ, સિદ્ધ સમાન હોવા છતાં, અનાદિથી પર્યાય સ્વતંત્રપણે સંસારરૂપે, અનેકરૂપે થઈ રહી છે. જ્યાં સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવાનું સામર્થ્યને આધીન સંસાર અવસ્થા થતી નથી. (તો પરને આધીન થવાની કે પર પોતાને આધીન થવાની પર્યાય અપેક્ષિત વાત ઘણી દૂર રહે છે). આમ પર્યાયની સ્વતંત્રતા જાણતાં (૧) પરાધીનતા અજ્ઞાન • અભિપ્રાયથી થતાં રાગલેષ મટે, (૨) પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારી શકે, તે પ્રતિબંધક અભિપ્રાયનો દોષ મટે, (૩) પર્યાયની ગણતા થઈ, હું પણે ત્રિકાળી સ્વભાવની મુખ્યતા પર્યાય ઉપેક્ષિતપણે થાય. આ પર્યાયમાં એકત્વ મટાડવા અર્થે મહત્વપૂર્ણ જાય છે. આમ અધ્યાત્મના પ્રયોજનવશ, અક્રિય સ્વરૂપ દૃષ્ટિમાં પરિણામ સ્વયં પોતાના પત્કારકથી પરિણમતા જણાય છે. પર્યાયની સ્વતંત્રતા ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના લદ્ધારકોરૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ત્યાં કથંચિત્ અભિન્નતારૂપે વસ્તુના બંધારણનું સંતુલન જળવાઈને જ્ઞાનમાં રહે જેથી એકાંત ન થાય, તે પ્રકાર યથાર્થ છે. પ્રમાણના પક્ષવાળાને પર્યાયનું કર્તુત્વ મટી શકે નહીં. (૨૭૫)
નવેમ્બર - ૧૯૮૮ પરિણામનો વિવેક શુભાશુભના દૃષ્ટિકોણથી પ્રાયઃ જીવો કરે છે. પરંતુ ખરેખર તો આરાધકભાવ અને વિરાધકભાવના દૃષ્ટિકોણથી તેનો વિવેક' કરવા યોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં ખાસ કરીને દર્શનમોહની વિરાધકતા મટાડવાની મુખ્યતાવાળો દૃષ્ટિકોણ હોવા યોગ્ય છે–નહિ તો આરાધકભાવમાં પ્રવેશ થવો સંભવિત નથી. તેમ જ વિરાધકભાવોનો ખ્યાલ પણ ન રહે ત્યાં અજાગૃત દશામાં અહિત થાય તો પણ ખબર ન રહે. તેથી આ પ્રકારના વિવેકનું મહત્વ સમજવા યોગ્ય છે. જ્યાં જ્યાં દર્શનમોહ ત્યાં ત્યાં વિપર્યાસ હોય છે. દર્શનમોહ, વિપર્યાસથી દશ્યમાન છે / દૃષ્ટવ્ય
(૨૭૬) - જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનત્વ જાતિ (જ્ઞાનગુણ) નું કદી ઉલ્લંઘન થતું નથી. અવલોકનથી જાતિની અનુભવાશે પરખ આવતાં સ્વભાવની ઓળખાણ થાય છે. જેમાં સ્વભાવ નિજરૂપે, સુખરૂપે, સામાન્ય સદશ, બેહદ સામર્થ્યવાન હોવાથી, નિર્વિકલ્પભાવે પ્રતીત થાય છે અને વિભાવજાતિ ના ભાવો ભિન્નરૂપે, પરરૂપે, આકુળતારૂપે, મલિનરૂપે ભાસ્યમાન થાય છે. આ પ્રકારે ભેદજ્ઞાન કર્તવ્ય છે. વા થવા યોગ્ય છે.
(૨૭૭)
o