________________
૨૦૪
અનુભવ સંજીવની V પરિણમનની દિશા બે જ છે, અંતર્મુખ અને બહિર્મુખ અનાદિથી સંસારમાં જીવને બહિર્મુખ પરિણમન વર્તે છે. અંતર્મુખની દિશા જીવે જોઈ નથી. તેથી તદ્દન અજાણ છે. પરંતુ બહિર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન જ છે. કેમકે જ્ઞાનમાં અનેક યાકારો સ્વાભાવિકપણે ઉપજવાથી, શેયમાં પોતાપણું કલ્પી વિભાવભાવે જ્ઞાન શૈય પ્રતિ ખેંચાઇને બહિર્મુખભાવે પરિણમે છે. – તોપણ અંતર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન જ છે. જ્ઞાન દ્વારા જ સ્વ-રસથી અંતર્મુખ થવાય છે, થઈ શકાય છે. જ્ઞાયક સ્વભાવના લક્ષ, સામાન્ય એકાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરવાથી પરિણામ અંતર્મુખ થાય છે; ત્યાં જ્ઞાન સ્વયંનું વેદન કરે છે, અને તે વેદન દ્વારા નિજ અસ્તિત્વનું ગ્રહણ થાય છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપના આશ્રયે સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભૂતિ ને જ પરમપુરુષ શ્રી ભગવાને જૈન શાસન કહ્યું છે.
(૭૪૦)
, જ્ઞાનની ભૂલ બે પ્રકારે થઈ છે. અનાદિથી એક જાણવા સંબંધી અને બીજી અનુભવ સંબંધી. ભૂલ એટલે વિપરીતતા.
જાણવાની ભૂલ તત્ત્વ-અભ્યાસથી પ્રાયઃ મટે છે, ત્યારે જીવ ગૃહિત મિથ્યાત્વથી મુક્ત થાય છે. તત્ત્વનો અભ્યાસ દ્રવ્યશ્રુત-દ્વારા થતાં (આત્મહિતના લક્ષે) દર્શનમોહ અવશ્ય મંદ પડે છે, અને ત્યાં બુદ્ધિપૂર્વકની સમજણની વિપરીતતા ટળે છે. ત્યાર બાદ ભેદજ્ઞાનના પ્રયોગ વડે મિથ્યા અનુભવની ભૂલ ટળે તો અપૂર્વ કલ્યાણકારી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાન અવસ્થામાં જીવ, આત્માના તિરસ્કાર કરનારા મોહનરાગાદિ ભાવો અને તેના ફળરૂપ શરીરાદિ પરદ્રવ્યો સાથે ઘનિષ્ઠ મૈત્રી-પ્રેમપૂર્વક એકત્વબુદ્ધિએ પોતાપણે અનુભવ કરે છે. છતાં તે આત્મારૂપ થતા નથી. વાસ્તવિક જ્ઞાનવેદન દ્વારા સ્વભાવની ઓળખાણ કરી, સ્વભાવ લક્ષે ભેદજ્ઞાનનો પુરુષાર્થ થાય તો જ્ઞાનમાં અન્યભાવ – અન્યદ્રવ્યના મિથ્યા અનુભવરૂપ અધ્યાસનો ત્યાગ થઈ, જ્ઞાન અને વિભાવનો સ્વાદ જુદો જણાઈ, અનુભવની ભૂલ મટે અને જ્ઞાનાનુભૂતિરૂપ આત્માનુભૂતિ પ્રગટી, ભવભ્રમણનો નાશ થાય, તેથી એમ સિદ્ધ થયું કે “અનુભૂતિનું મૂળ ભેદવિજ્ઞાન
(૭૪૧)
કોઈપણ કથનની સત્યતા, કહેનારની સમજણ પર આધારિત છે, અર્થાત્ જેની સમજણ સાચી, તદ્ અનુસાર વચન પણ સાચું માનવા યોગ્ય છે. પરંતુ સમજણમાં ભૂલ હોય, તે સાચું કહે તોપણ ખરેખર સાચું નથી. તે ઉપરાંત ભલે શાસ્ત્ર પઠન વડે, વસ્તુનું સ્વરૂપ જાણવામાં, જાણપણાની ભૂલ દેખાતી ન હોય, પરંતુ પરિણમનમાં યથાર્થતા ન હોય, અર્થાત્ પરમાર્થનું સાધવાપણું ન હોય તો, વજન અન્યથા જાય, અથવા કોઈપણ પ્રકારે વિપર્યાસ સધાતો હોય, વા ભાવસંતુલન જળવાતું ન હોવાથી એકાંતિક પરિણામ થતાં હોય તોપણ તેવા વક્તાને અનુસરવા યોગ્ય નથી. આત્માર્થી