________________
અનુભવ સંજીવની
૨૦૩ પ્રશ્ન - જ્ઞાની પુરુષ પ્રારબ્ધને કઈ રીતે વેદે છે ? કે જેથી તેઓ બંધાતા નથી ?
સમાધાન - જ્ઞાની પ્રારબ્ધોદયને સમ્યક પ્રકારે વેદે છે; સમ્યક પ્રકારે એટલે કે અંતર પરિણતિએ તો ઉદયથી છૂટ્યા છે. મુખ્ય વૃત્તિ એવી ‘આત્મધારા' તો સ્વરૂપાકારે ભિન્ન પડીને જ વર્તે છે, તે પરિણતિને તો ઉદય સાથે સંબંધ જ નથી, પરંતુ પરિણામનો જે બાહ્ય અંશ વર્તે છે, તેમાં પણ સહજ સ્વરૂપ સાવધાની વર્તે છે. તેમાં પણ બાહ્ય પદાર્થ સાથે એકતા/ તન્મયતા થતી નથી. તેમજ તે બાહ્ય અંશ સાથે આત્મા તન્મયતા / એકતા પામતો નથી. તે ઉપરાંત, ઉદયકાળે મુખ્યપણે જ્ઞાની પુરુષનો જે અંતર્મુખી પુરુષાર્થ છે, તે જ મુખ્યરૂપે, નવો બંધ થવા માટે, આડો આવીને, બંધને રોકે છે. એક બાજુ પૂર્વ સંસ્કારથી ઉદયબાજુનું પરિણામને ખેંચાણ થાય છે, તો બીજી બાજુ તેવા પરિણામથી વિરુદ્ધ દિશામાં પુરુષાર્થ કાર્ય કરે છે, જેથી તે પરિણામને બહાર જતાં રોકે છે, અથવા અંદર બાજુ ખેંચે છે. પરિણામે તેવા બાહ્ય પરિણામમાં જોર રહેતું નથી . તદ્દન ઉદાસીનતા થઈ જાય છે. વારંવારના પુરુષાર્થથી તે નિર્બળ થતાં થતાં ક્ષય થઈ જાય છે. જ્ઞાતાપણું તો ક્યારેય ચુકાતુ નથી.
(૭૩૭)
- પ્રશ્ન- રહસ્યાર્થ એટલે શું ?
સમાધાન - મુમુક્ષુજીવને ક્ષયોપશમના પ્રમાણમાં શાસ્ત્ર વચનનો શબ્દાર્થ, ભાવાર્થ, મતાર્થ, આગમાર્થ સમજાય છે, પરંતુ તે ક્ષયોપશમ અપેક્ષિત છે. પરંતુ શાસ્ત્ર વચન અનુસાર રહસ્યાર્થ સમજવો તે પાત્રતા અપેક્ષિત છે. દા.ત. ક્ષાયિક ભાવને પરદ્રવ્ય, પરભાવ અને હેય કહેવો (નિયમસાર ગાથા-૫૦) અને “શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે' (સ. સાર. ગાથા૧૫) એમ કહેવું . તે બંન્ને વચનોમાં શબ્દાર્થથી કદાચ વિરોધ ભાસે, પરંતુ રહસ્યાર્થ સમજનારને તે અવિરોધપણે સમજાય છે, અને આવા રહસ્યભૂત વચનો દ્વારા પાત્ર જીવ સર્વત્ર આત્મહિતરૂપ જે રહસ્ય, તેને રૂડી રીતે આરાધે છે,
(૭૩૮)
V શેયાકાર જ્ઞાન અનેકાકાર છે, આત્માનું સ્વરૂપ, જે અવલંબન લેવા યોગ્ય છે, તે એકાકાર છે. આમ હોવાથી અનેકાકાર જ્ઞાન દ્વારા, એકાકાર આત્મા ગ્રહણ થઈ શકવા યોગ્ય નથી. પરંતુ
જ્યાં અનેકાકાર જ્ઞાન છે, ત્યાં જ જ્ઞાન સામાન્ય વેદનરૂપે એકાકારરૂપે છે, તેથી જ્ઞાનના વિશ્વરૂપપણાને ગૌણ કરી, જોયાકારનું દુર્લક્ષ કરી, એકાકાર જ્ઞાનવેદન દ્વારા, સદશ જ્ઞાનસ્વરૂપ સ્વયંનું અવલંબન લેવું. આ અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સ્વરૂપ લક્ષનાં અભાવમાં, માત્ર શેયાકાર જ્ઞાનની બહિર્મુખભાવે પ્રવૃત્તિ રહે છે, તે સ્થિતિમાં ગમે તેવી પ્રવૃત્તિ-વ્રત, તપ, શાસ્ત્રજ્ઞાન, ભક્તિ આદિ કરવામાં આવે, તોપણ તેનું કાંઈ પારમાર્થિક ફળ નથી. કેમકે જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ અનુભવાય છે અને વિકલ્પની ઉત્પત્તિ થાય છે.
(૭૩૯)