________________
उ४४
અનુભવ સંજીવની વસ્તુસ્થિતિને અતિક્રમીને ભાવના પ્રવર્તે છે. જેમકે શ્રી તીર્થંકરાદિ મહાપુરુષો જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવનામાં વર્તે છે અને જ્ઞાની પરદ્રવ્યના અકર્તા થયા હોવા છતાં સત્સંગ અને નિવૃત્તિ આદિને ભાવે છે. અથવા સમયમાત્રના અનઅવકાશે પૂર્ણતાને ભાવે છે. આમ ભાવના બળને લીધે સિદ્ધાંત – જ્ઞાન ગૌણતાને પ્રાપ્ત હોય છે. ભાવનાબળથી આગળ વધાય છે.
(૧૨૮૭).
જે પ્રથમ મોક્ષાર્થી થાય છે, તે આત્માર્થી થાય છે. અર્થાત્ મોક્ષાર્થી થયા વિના આત્માર્થી થવાતું જ નથી. આત્માર્થી અંતર અવલોકન કરી ભેદજ્ઞાન દ્વારા સ્વાનુભવ – સમ્યફદર્શન પ્રાપ્ત કરે છે. પૂર્ણતાના લક્ષ વિના ત્રિકાળીની ખરી જિજ્ઞાસા જાગે નહિ, અપૂર્વ જિજ્ઞાસા વિના ઉદયમાં નીરસતા થાય નહિ, ત્યાં સુધી ઉપયોગની ઉદયમાં સાવધાની રહ્યા કરે, ઉદયનું ખેંચાણ રહ્યા કરે. તેથી બહિર્મુખતા છૂટે નહિ. બધાના મૂળમાં મોક્ષાર્થીપણું છે.
(૧૨૮૮)
/ પ્રત્યક્ષ સ્વસંવેદનમયી મારો સ્વભાવ છે. (-પ્રકાશશક્તિ હોવાથી તે મારું ધ્રુવ સ્વરૂપ – જિવંત સ્વામી – કહેતાં નિત્ય કારણપણે છે. તેનું વર્તમાન વિશેષપણું તે જ કારણ શુદ્ધ પર્યાય અર્થાત્ કારણપણે રહેલી સ્થિતિ. જેનું ભાનમાત્ર નિજાશ્રયભાવે) થતાં જ પ્રગટ શુદ્ધ કાર્ય થાય છે; પ્રત્યક્ષપણાથી સ્વસંવેદન બળ પ્રગટે છે. પ્રત્યેક વર્તમાનમાં સ્વયં આધારભૂત સ્વરૂપે છે, છે અને છે.
(૧૨૮૯)
| વસ્તુસ્વરૂપની અસંગતા-ભિન્નતા, પરમાં અનાદિ સુખબુદ્ધિ અને આધાર બુદ્ધિનો અભાવ કરે છે. જ્ઞાનનું રૂપ સુખ અવલોકનમાં આવવાથી સ્વયં – સુખધામની પ્રતીતિ અને પોતામાં સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી ઉપયોગ સહજ ખેંચાય છે. ઉપયોગનું વલણ હંમેશા સુખના નિશ્ચય તરફ સહજ જ રહે, તેવો વસ્તુ સ્વભાવ છે.
(૧૨૯૦)
જિજ્ઞાસા : ઉત્તમ મુમુક્ષુને કેવા ભાવ હોય છે ?
સમાધાન ઃ જે જીવ ભવરોગથી મુક્ત થવા અર્થે મુક્તિ દાતાર પુરુષને માત્ર ઈચ્છે છે, તેમના ચરણ સાનિધ્યને પરમ પ્રેમથી ચાહે છે, તેમને ઓળખે છે, અને પ્રત્યક્ષયોગમાં કે પરોક્ષતામાં તેમને ભજે છે. – તેવા સહજ પરિણામો હોય તે ઉત્તમ મુમુક્ષુ છે. ધન્ય છે તેને !
(૧૨૯૧)
જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની સમજણના અભાવે બહુભાગ જીવો પોતાની રુચિ અનુસાર બાહ્ય