________________
અનુભવ સંજીવની
૩૪૫ ધર્મ-પ્રવૃત્તિ કરે છે, જે પ્રાયઃ સ્વચ્છેદરૂપ હોવાથી, પારમાર્થિક લાભ થવાને બદલે નુકસાન કારક થઈ પડે છે. પરંતુ જો જીવ સત્યશોધક વૃત્તિ વાળો હોય તો વિચારની ભૂમિકામાં સત્ય માટે અવકાશ રાખે છે, તો તે પ્રાયઃ નુકસાનથી બચી જાય છે.
(૧૨૯૨)
શીઘતાતિશીધ્ર આત્માકલ્યાણની વૃત્તિમાન મુમુક્ષુ પ્રાયઃ અયથાર્થતામાં આવતો નથી. તેવો મુમુક્ષુ પ્રાયઃ ક્યાંય અટકતો નથી અથવા અટકવાના સ્થાન પ્રાપ્ત થવા છતાં, તેમાં તે ફસાતો નથી.
(૧૨૯૩)
vજે અતિ તીવ્ર રુચિથી પરમ સત્સંગને ઈચ્છે છે, તે વાસ્તવમાં આત્માના અમૃતને ઈચ્છે છે. તેવો પરમ સત્સંગ પ્રાપ્ત થતાં, સર્વસ્વ પ્રાપ્ત થયાની તૃપ્તિ અનુભવાય છે. (૧૨૯૪)
Vપરમ પ્રેમમૂર્તિ પરમાત્મા પુરાણપુરુષ પોતે જ છે. જેમાં બેહદ . અસીમ પ્રેમભર્યો છે. તેનો પરમપ્રેમ પર્યાયને પ્રભુ દર્શનથી પ્રગટે છે. તે સિવાય અન્યત્ર પ્રેમ થવાથી, અર્થાત્ પ્રેમમૂર્તિને છોડીને – ઉપેક્ષા કરીને, પ્રેમ કરતાં તેનું ફળ દુઃખ આવે છે. પ્રથમ પ્રભુદર્શન પુરુષમાં થઈ, પરમપ્રેમ પ્રગટે છે.
(૧૨૯૫)
Vઅંતર ભૂદાઈને જાગૃતિ આવે તો મોક્ષ સમીપ જ છે. (અંતરભેદ જાગૃતિ) જિજ્ઞાસા ? એવા પ્રકારની જાગૃતિ આવ્યે કેવી દશા રહે ?
સમાધાન : દઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થઈ, પરમ સત્સંગમાં રહી, પરમ લક્ષ્ય / સાધ્ય પ્રત્યેના ઉલ્લાસિત વીર્ય વાળી દશા રહે અને સદ્ગુરુ – આજ્ઞાને શિરોધાર્ય કરી, સતત આત્મહિતમાં પ્રવર્તે. જગતનું મૂલ્ય આત્મકલ્યાણ અર્થે શૂન્ય ભાસે. અંતર પરિણામોની દુનિયા જ બદલાઈ જાય.
(૧૨૯૬)
જ્યાં સુધી મુમુક્ષુજીવ બીજાના બાહ્ય ત્યાગ અને બાહ્ય ઉઘાડને મહત્વ આપે છે, ત્યાં સુધી બાહ્યદૃષ્ટિનું બળ પ્રવર્તે છે તેથી અંતરની વિધિ તથા અંતરદષ્ટિના વિષય ઉપર લક્ષ જઈને તેની પરખ આવતી નથી, અને તેથી તેનો મહિમા કે લક્ષ થતું નથી.
(૧૨૯૭)
આત્માના અસ્તિત્વઆદિ છ પદ નું જ્ઞાન અનુભવ પ્રમાણથી કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે નિયમબદ્ધ છે. અર્થાત્ તે પ્રકારે ક્યાંય વિપર્યાસ રહેતો નથી.
(૧૨૯૮)