________________
૩૪૬
અનુભવ સંજીવની
જીવ અનુભવ પદ્ધતિને છોડીને પ્રયોજનભૂત વિષયમાં સમજણ કરે છે, તેમાં અયથાર્થતા રહી જાય છે. યથાર્થ લક્ષે સમજણ કરનાર જીવ સ્વતઃ અનુભવપદ્ધતિ અંગીકાર કરી લ્યે છે. જેથી કલ્પના થતી નથી. (૧૨૯૯)
જિજ્ઞાસા ઃ- આત્માનું નિત્યત્વ અનુભવ પ્રમાણથી કઈ રીતે ગ્રહણ થાય ? સમાધાન :– સ્વયંના અનુભવને – પરિણમનને તેવા શોધક દ્દષ્ટિકોણથી અવલોકતા, પોતાનાં અસ્તિત્વનું સાતત્ય વેદાય છે, પર્યાયોના વ્યતિરેકપણાથી વિલક્ષણ એવું અન્વયપણું ભાસ્યમાન થવાથી, નિત્યત્વની પ્રતીત થાય છે.
(૧૩૦૦)
અપવાદમાર્ગમાં બાહ્ય પ્રવૃત્તિમાં Adjustment થવા યોગ્ય છે, પરંતુ પરિણમનમાં શિથિલતા કે વિચલીતતા થાય તે યોગ્ય નથી. આત્માર્થીને અને જ્ઞાનીને પ્રારબ્ધયોગ અનુસાર ઉદય પ્રવૃત્તિમાં અનિવાર્યપણે ઉપયોગ દેવો પડે છે. તોપણ મૂળમાંથી વિચલીતપણું થયા વિના જ ઉદયમાં પ્રવૃત્તિ થાય છે. તે યથાર્થ છે.
(૧૩૦૧)
માર્ચ - ૧૯૯૪
‘અનુભૂતિ તે આત્મા જ છે’– એમ (સ.સાર.ગા. ૧૪માં) પ્રતિપાદન કરવામાં, શ્રીગુરુ અનુભૂતિની વિધિ દર્શાવે છે. આ વિધિ દર્શાવવાની પ્રયોગાત્મક શૈલી છે. આ પરમાગમની આ પ્રકારે મુખ્ય શૈલી છે, વિશિષ્ટ શૈલી છે.
1
(૧૩૦૨)
અભેદ સ્વરૂપના સ્વાનુભવ કાળે જ ભેદનું યથાર્થ જ્ઞાન થાય છે. ભેદને અવલંબ્યા વિના જ ભેદ જણાય—સમજાય છે - પણ ભેદનો અનુભવ થતો નથી.
(૧૩૦૩)
*
જે જીવ શુદ્ધ અંતઃકરણના અભાવને લીધે નિજ આત્મકલ્યાણ વિષે પ્રમાણિક નથી, તેની અન્યત્ર પ્રમાણિકતા કેટલે અંશે વિશ્વસનીય છે ? તે વિચારણીય છે.
(૧૩૦૪)
જિજ્ઞાસા ઃ- આત્મસ્વભાવનું ગ્રહણ થવા અર્થે પ્રગટ પ્રમાણ શું છે ? સમાધાન :- જ્ઞાન-વેદન, જ્ઞાનનું સાતત્ય, જ્ઞાનનું ઉર્ધ્વત્વ-પ્રત્યક્ષતા આદિ (નિર્મળતા નિર્લેપતા) પ્રગટપણે સ્વભાવ ગ્રહણ થવાનાં પ્રમાણ છે. જો જીવ શુદ્ધ ભાવનાથી અંતર અવલોકન કરે તો તેને સહજમાત્રમાં અનુભવાશે પ્રતિત થવા યોગ્ય છે.
(૧૩૦૫)