________________
અનુભવ સંજીવની
૩૪૭ મુમુક્ષુજીવ જ્યારે ખરેખર સંસારથી છૂટવા કૃત નિશ્ચયી થાય છે ત્યારે પ્રાયઃ પૂર્વે સંસાર રુચિથી બાંધેલા પૂર્વકર્મ ઉદયરૂપે સામે આવે છે. જેથી તે સન્માર્ગથી શ્રુત થવાની પરિસ્થિતિમાં આવે છે. આવી સ્થિતિમાં જો નિશ્ચય બળ ન પ્રવર્તે તો જીવ હારી જાય છે, માર્ગ પ્રાપ્તિ સુધી પહોંચી શકતો નથી. પરંતુ જો નિશ્ચય બળવાન હોય તો અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય છે. માર્ગે ચડી જાય છે.
(૧૩૦૬)
ઓઘસંજ્ઞા બે પ્રકારે છે. ૧. સમજણ વિના ધર્મ પ્રવૃત્તિ થવી. ૨. પરલક્ષી જ્ઞાનમાં ધારણા થવી અથવા સમજણને પ્રયોગાન્વિત કર્યા વિના નિશ્ચય કરવો, તે પણ ઓઘસંજ્ઞા છે.(૧૩૦૭)
‘શ્રુતજ્ઞાન તે જ આત્મા છે. – આ શાસ્ત્ર વચનમાં બે પરમ-અર્થે સમાયા છે. ૧. શ્રુતજ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ વિદ્યમાન છે- તેથી તે જ ખરેખર આત્મા છે. ૨. જ્ઞાન સામાન્ય જે વેદનરૂપ છે તેના આવિર્ભાવથી સ્વભાવનો સહજ આશ્રય થાય છે, તે જ મોક્ષમાર્ગની વિધિ છે. – તેવો પારમાર્થિક આશય તેમાં નિહિત છે. અત્યંત ગંભીર ભાવો ઉક્ત વચનામૃતમાં ભર્યા છે. (૧૩૦૮)
જે જીવ પૂરા ઉદ્યમથી આત્મહિત કરવા ઉત્સુક છે તે તદર્થે અવરોધક પરિબળો વચ્ચે સમાધાન યથાર્થપણે કરી શકે છે. પૂરા ઉદ્યમથી સ્વકાર્ય કરવાના અભિપ્રાયને લીધે, તેવા પ્રસંગમાં પ્રમાદ કે શિથિલતામાં આવતો નથી. જો પ્રયત્નનો પ્રકાર ઉક્ત પ્રકારે ન હોય તો આત્મહિતના માર્ગે આગળ વધવામાં કઠિનતા થાય છે. મૂંઝવણ થાય છે.
(૧૩૦૯)
Vઆત્માર્થી જીવ ભાવિ પ્રતિકૂળતા અંગે ગભરાટનો અનુભવ કરતો નથી. ઉલટાનો તે એવી તૈયારીમાં હોય છે કે “ભલે પ્રતિકૂળતા આવો, તે વખત જ અધિકપણે કલ્યાણકારી થવાનો છે. અને ખરેખર યોગ્યતાવાન પ્રતિકૂળ સમયે યોગ્યતા વૃદ્ધિ કરે છે, પુરુષાર્થ ફોરવે છે.(૧૩૧૦)
અસ્તિત્વ અવલંબનનો વિષય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના – રુચિ પૂર્વક તેનો પત્તો લાગે છે – અને ત્યારે તે ગ્રહણ થાય છે, ત્યારે રુચિ અનન્યપણાને પ્રાપ્ત થાય છે, જે ચૈતન્ય-વીર્યની ફુરણાનું કારણ થાય છે. આમ સ્વ આશ્રયનો પુરુષાર્થ . જાગૃત થતાં કાર્ય સંપન્ન થાય છે.
(૧૩૧૧)
પ્રત્યક્ષ સન્દુરુષના યોગનું મહત્વ સર્વાધિક છે. તેવો બોધ નમસ્કાર મંત્રથી પ્રાપ્ત થાય છે. ત્યાં પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા છે. તેમાં સિદ્ધ ભગવાનનો અવિનય નથી પરંતુ પસ્મ