________________
૩૪૮
અનુભવ સંજીવની
વિવેક છે. જ્ઞાની પણ સત્સંગને સર્વાધિક મહત્વ આપે છે. જેમાં સર્વ સિદ્ધિ સમાયેલી છે. તેથી જે ધરાતલ પર સત્પુરુષની વિદ્યમાનતા છે, તેના જેવું પરમ સૌભાગ્ય બીજે ક્યાં હોઈ શકે ?
(૧૩૧૨)
*
પ્રશ્ન :– નિજ સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય, તેવી બોધબીજ યોગ્ય ભૂમિકા ક્યારે પ્રાપ્ત થાય ? સમાધાન :– સત્પુરુષ પ્રત્યે પરાભક્તિ પ્રગટે ત્યારે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રગટે પ્રભુસે, સબ આગમ-ભેદ સુઉર બસે.' આ એક સાનંદ આશ્ચર્ય છે કે ઃ પરમાત્મા અને સ્વઆત્મા પણ સત્પુરુષના ચરણ સાનિધ્ય પાસે મુખ્ય થતા નથી !! તથાપિ તે જીવને પારમાર્થિક લાભ થાય છે. સત્પુરુષ પ્રત્યેનું બહુમાન આત્માને નિર્મળ કરે છે. તે ભૂમિકાનું તે અમૃત છે. (૧૩૧૩)
*
‘સત્પુરુષના પ્રત્યક્ષ યોગ’નું અત્યંત મહત્વ હોવાનું કારણ એ છે કે તેવો દુર્લભ દુર્લભ યોગ સંપ્રાપ્ત થયે પાત્ર જીવને સત્પુરુષની ઓળખાણ થવાનો અપૂર્વ પ્રસંગ બને છે. જે પ્રસંગ બોધ બીજરૂપ છે. સમકિતનું બીજ અહીં વવાય છે, જે ઉગ્યા વિના રહેતું નથી. ‘પ્રત્યક્ષ યોગ’ વિના પરમાર્થ – લાભનો બીજો પ્રસંગ નથી. અત્યંત સરળ માર્ગ આ પ્રકારે સત્પુરુષે નિષ્કારણ કરુણા કરી અનુગ્રહીત કરાવ્યો છે, તેમની મહિમા કયા પ્રકારે કઈ ઉપમાથી થઈ શકે ?
પરમકૃપાળુ દેવે ‘પ્રત્યક્ષ સત્પુરુષ'ના વિષયમાં સર્વાધિક ભાર શા માટે દીધો છે ? તેનું રહસ્ય ઉપરોક્ત પ્રકારે અનાદિ મૂલ મંત્ર - નમોકાર મંત્ર દ્વારા પણ પ્રદર્શિત થાય છે.
(૧૩૧૪)
એપ્રિલ
૧૯૯૪
પ્રશ્ન : શાસ્ત્ર સ્વાધ્યાય ખૂબ હોવા છતાં, (સ્થૂળ) ભૂલ રહેવાનું શું કારણ ? અથવા તેવા જીવને પારમાર્થિક લાભ ન થવાનું શું કારણ ?
સમાધાન :– શાસ્ત્રમાં જે પોતાને લાગુ પડે–તેવી પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ ન જવાથી તેમ બને છે. પ્રયોજનની જીવને જેટલી પક્કડ તેટલો લાભ થાય છે અથવા પોતામાં સુધાર થાય
છે.
(૧૩૧૫)
અનાદિ બંધ / સંબંધ વશાત્ પર સાથે એકપણાના / પોતાપણાના નિશ્ચયથી, જીવને જ્ઞાન – વિશેષરૂપ શેયાકારનો આવિર્ભાવ રહે છે, તેથી જ્ઞાનાકાર જ્ઞાનરૂપ અનુભૂતિ અર્થાત્ જ્ઞાન-વેદનનો તિરોભાવ રહે છે. (પરમાં) પોતાપણાના નિશ્ચયના ગર્ભમાં સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ રહેલ છે. આત્મા તેમાં મુંઢાઈ ગયો છે, તેથી અનુભૂતિને આવરણ છે.
(૧૩૧૬)