________________
અનુભવ સંજીવની
૩૪૯ Vપોતે જ્ઞાનનો સાગર છે, આનંદનો સાગર છે, અમૃતનો સાગર છે. અનંત ભાવોનો ગંભીર સમુદ્ર છે. અનંત ભાવોની ગંભીરતાને પકડીને દ્રવ્ય બેઠું છે. અનંત ગુણોના વૈભવને પી ગયું છે જેનો મહિમા આવતાં ઉપયોગાદિ સર્વ પરિણામો તેમાં થંભી જાય છે. કારણ કે અપાર મહિમાવંત છે. મહા આશ્ચર્યકારી છે.
(૧૩૧૭)
સતુપુરુષ પ્રત્યે અચલ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સમ્યકત્વને યોગ્ય નિર્મળતા આવતી નથી. સમકિતનું આ પ્રવેશ દ્વાર છે.
(૧૩૧૮)
Wજીવ શુભભાવનો મોહ, અજ્ઞાનથી, કરે છે. શુભ ભાવથી ઘાતી કર્મનો બંધ થાય છે, જે પાપ પ્રકૃતિ છે અને જીવ-ગુણને આવરે છે. જે એકાંતે નુકસાન છે. પ્રયોજનની દૃષ્ટિથી આ વિચારણીય
(૧૩૧૯)
છે.
જે પોતાના વિભાવથી ડરે છે, તે મોક્ષમાર્ગમાં તો સુભટ છે. ડરે છે માટે કાયર છે – તેમ નથી. ખરેખર જે વિભાવથી ડરતા નથી, તે તો સ્વચ્છંદને સેવે છે. તે હિનવીર્ય થઈ જશે, જે પરમાર્થે કાયરતા છે.
(૧૩૨૦)
Vઅકૃત્રિમ શાશ્વત પ્રતિમાથી કુદરત સદાય આત્માને આત્મ સ્વરૂપ દેખાડે છે. પોતે અંદર જુએ તો એવું જ પોતાનું સ્વરૂપ છે–તેથી તેમ કુદરતનો આદેશ છે, અંતર્મુખ થઈને સ્વરૂપમાં ઠરી જવાનો. અંદરમાં પણ અકૃત્રિમ ચૈતન્ય પ્રતિમા બિરાજમાન છે જ ને ! તે નિષ્ક્રિય છે અને પૂજનીક પણ છે. અચિંત્ય આશ્ચર્યકારી મહિમાવંત પોતે છે.
(૧૩૨૧)
જેમ ખાદ્ય પદાર્થ સ્વાદનો વિષય હોવાથી, ચાખવાથી સમજાય છે, શ્રવણથી કે સ્પર્શથી ન સમજાય, તેમ આત્મા તો વેદનનો વિષય છે, તે વેદન વિના માત્ર શ્રવણથી કે વિચારથી ન સમજાય, તેવો પદાર્થ છે, તેથી આચાર્યદેવ કહે છે કે “જ્ઞાનમાત્રસ્ય સ્વસંવેદન સિદ્ધતાત્' (સ.સાર.પરિ.)
(૧૩૨૨)
અધ્યાત્મનું યથાર્થ જ્ઞાન, સ્વરૂપનો મહિમા, સ્વરૂપ દર્શાવનારનો મહિમા, લાવે છે—સાથે સાથે અંદરથી વિરક્તપણે થતાં રાગ, ગૃદ્ધિ, કષાય, એકત્વબુદ્ધિ વગેરે ઢીલા પડી જાય છે. જો તેમ ન થાય તો જ્ઞાન શુષ્ક છે. તેમ સમજવું.
(૧૩૨૩)