________________
૩૫૦
અનુભવ સંજીવની
એ પ્રશ્ન – જ્ઞાનીને શુભભાવ ભઠ્ઠી લાગે છે, પણ પૂર્વ ભૂમિકાવાળાને ભઠ્ઠી જેવું વેદન લાગતું હશે ?
સમાધાન :– જે જીવ સ્વાનુભવની એકદમ નજીકની ભૂમિકાવાળો હોય, તો તેને ભદ્દી કરતાં પણ વધુ લાગે. જ્ઞાનીને તો સર્વાગ સમાધાન સ્વરૂપ પ્રત્યક્ષ છે. તેથી અમુક સમાધાન પણ રહે. પરંતુ આજે તો વિભાવમાં ઊભુ જ રહેવું નથી. તેથી ભદ્દી કરતાં પણ વધુ લાગે, આંખથી પર્વત ઉપાડવા જેટલો બોજો લાગે. સૂક્ષ્મ વિકલ્પ પણ સહન થતો નથી. તો ધૂળમાં તો ઘણી જ બળતરા થાય, તો જ ઉપયોગ ત્યાંથી ખસી અંદરમાં જાય.
(૧૩૨૪)
ઉપયોગમાં સૂક્ષ્મતા આવે તે જરૂરી છે. અંદરમાં રાગ અને જ્ઞાનની સૂક્ષ્મ સંધી, સૂક્ષ્મ ઉપયોગ વડે જ જણાય તે વર્તમાન પ્રયોજન છે. વળી જ્ઞાનમાં આત્મ સ્વભાવ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. ઉપયોગ પોતામાં જ ઉપયોગદ્વારમાં સ્વરૂપ શક્તિને ગ્રહણ કરવાની છે. અગ્નિકણમાં દહન શક્તિની જેમ. જેથી ઉપયોગની સૂક્ષ્મતા, વર્તતા પરિણમનમાં, રાગ અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન પણે અવલોકી પ્રયોજનને સાધે.
(૧૩૨૫).
ધ્યેયને અનુસરવાનો પરિણામનો સ્વભાવ છે. તેથી પૂર્ણતાનું ધ્યેય બાંધવા શ્રીગુરુની આજ્ઞા છે. અનાદિનું જીવને સંસારનું ધ્યેય છે, તેને બદલ્યા વિના જે કાંઈ કરવામાં આવશે, તે સંસાર અર્થે જ થશે. પૂર્વે અનંતવાર એમ થયું છે. તેથી સૌ પ્રથમ દઢ મોક્ષેચ્છા થવી ઘટે છે. જેથી તળુસાર સાધન પ્રગટે, અને પ્રયોજન ન ચુકાય.
(૧૩૨૬)
છે માત્ર શાસ્ત્ર વાંચનથી સમજણમાં યથાર્થતા થતી નથી. પરંતુ સમજણ અનુસાર પરિણમન કરવાનો પ્રયાસ થાય ત્યારે યથાર્થતા આવે છે. આવો પ્રયાસ અવશ્ય સફળ થાય છે.(૧૩૨૭)
| જ્ઞાનદશામાં જગત / ઉદય બધુ સ્વપ્નવત્ છે. કારણકે ધ્રુવ તત્ત્વને પોતાને તેનાથી કાંઈ સંબંધ નથી. જગતના સર્વ પદાર્થો અને પ્રસંગોની આશા / અપેક્ષા મટે નહિ ત્યાં સુધી જીવ જ્ઞાનદશા પામે નહિ.
(૧૩૨૮)
સ્વલક્ષે – આત્મકલ્યાણના લક્ષ, ઉપાદાનમાં જ્યારે જાગૃતિ આવે છે, ત્યારે પાત્રતાવશ તે સપુરુષને કલ્યાણના માર્ગને શોધે છે, તે માટે દઢ થઈને ઝૂરે છે ત્યારે તે જીવ અવશ્ય સને પામે છે.
(૧૩૨૯)