________________
અનુભવ સંજીવની
૩૫૧
જીવ ગમે તેટલા શાસ્ત્ર વાંચે, ધારણા કરે, તત્ત્વ ચર્ચા કરે પણ મોક્ષાભિલાષી થઈ ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી આત્મજ્ઞાન પામે નહિ, પરની એકત્વબુદ્ધિ તુટે નહિ. (૧૩૩૦)
મે - ૧૯૯૪ ભાવાભાસન વિના ત્રિકાળી સ્વરૂપ પ્રતિ જોર આવે નહિ. તેમ છતાં માત્ર ધારણાને લીધે ત્રિકાળીના વિકલ્પ દ્વારા જોર દેતાં, તે જોર વિકલ્પ ઉપર જાય છે, અને ભાવભાસનની વિધિ ચુકાઈ જાય છે. તેથી વિધિનો વિપર્યાસ થાય છે. તેવું જોર કદી સફળ થતું નથી. (૧૩૩૧)
- મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ નિર્મળતા / પાત્રતા આવવામાં મુખ્ય / ખાસ કારણ સપુરુષ પ્રત્યે પરમ પ્રેમાર્પણ થવું તે છે. આ અદ્ભુત અને સુગમ ઉપાય છે.
(૧૩૩૨)
- ગુણ પ્રત્યેના પ્રેમને લીધે, ગુણાનુવાદ થવો તે ભક્તિનું સ્વરૂપ છે. અનંત નિજાત્મ ગુણોના ખીલવટનું આ બીજ છે. “વહ કેવલ કો બીજે જ્ઞાની કહે”—ગુરુ રૂ૫) પ્રભુના ગુણોની ભક્તિના ગર્ભમાં એક અંશ નિર્મળતાથી લઈ પૂર્ણ નિર્મળતા પ્રગટવાનું બીજભૂત કારણ પડેલું છે. (ગુરુ) / પ્રભુ તો પરમ નિર્મળ પ્રેમની પ્રતિમા છે. તેમના નયનો / દૃષ્ટિ પરમ પ્રેમ વરસાવે છે, રેલમ છેલ કરી જીવને પ્રેમરસમાં તરબોળ કરી મુકે છે. અહો તેમનું વાત્સલ્ય ! (૧૩૩૩)
જ્ઞાનમાત્ર સ્વમાં પોતાપણાના નિશ્ચયથી જ્ઞાનસામાન્યનો / જ્ઞાન વેદનનો આવિર્ભાવ થાય છે, સ્વભાવની સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ થાય છે.
(૧૩૩૪)
પ્રત્યક્ષ સત્પરુષનો યોગ સ્વરૂપ સ્થિતિનું કારણ થાય છે. (૫કૃપાળુદેવ-૨૪૯) તો પછી પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ –રૂપ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ-નિશ્વય સ્વાનુભૂતિને પ્રગટ કરે તેમાં શું આશ્ચર્ય !?
(૧૩૩૫)
પર સાથે એકપણા (સ્વપણા)ના નિયથી, જ્ઞાનવેદન તિરોભૂત રહે છે. તે જ જ્ઞાન-વેદન સ્વરૂપ-નિશ્ચય (લક્ષ) થવાથી આવિર્ભત થવા લાગે છે. એવો જે સ્વરૂપ-નિશ્ચય, તે જ્ઞાનમાં સ્વયંના વેદનભૂત લક્ષણથી પ્રાપ્ત થાય છે. આમ જ્ઞાન-વેદન અને સ્વરૂપ-લક્ષને પરસ્પર કારણ – કાર્ય સંબંધ છે.
(૧૩૩૬)
મિથ્યાત્વને લીધે જ બંધન છે, અને સમ્યકત્વને લીધે નિર્જરા છે. સમયસારમાં સમ્યક્દષ્ટિને