________________
૩૫૨
અનુભવ સંજીવની
‘નિર્જરા તત્ત્વ’ દર્શાવ્યું છે તત્ત્વદૃષ્ટિ પ્રગટ થવા અર્થે આ નિરૂપણ છે. સત્પુરુષને ઓળખાવવા આચાર્ય ભગવાને પરમ કરુણા કરી આ અધિકાર લખ્યો છે. સમ્યક્ત્વરૂપે સત્પુરુષને ઓળખનારને તત્ત્વદષ્ટિ પ્રાપ્ત છે.
(૧૩૩૭)
નિજ સ્વરૂપ સહજ અનંત પ્રત્યક્ષ છે. જે વિચાર દશામાં પ્રત્યક્ષ થતું નથી. યથાર્થ વિચાર દશા – સુવિચારણામાં પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનો અભ્યાસ થાય છે જેમાં પરોક્ષતાનો નિષેધ વર્તે છે. સુવિચારણામાં જ્ઞાન સાથે સ્વરૂપ ગ્રહણ કરવાના પ્રયાસ રૂપ રુચિ હોય છે. તેવી રુચિ વિનાનું જ્ઞાન હંમેશા શુષ્ક હોય છે.
(૧૩૩૮)
જીવને સત્પુરુષની ઓળખાણ થયે પરમાર્થ સમજાય છે. તેવા હેતુથી જ મહાપુરુષોના પુરાણો પ્રસિદ્ધ કરાયા છે. કથાનુયોગનું આ રહસ્ય છે. તે કાંઈ માત્ર સંયોગ વિયોગની વાર્તા નથી, પરંતુ સત્પુરુષને સમ્યપણે ઓળખાવવાની સુગમ રીત છે.
(૧૩૩૯)
—
આત્મોન્નતિના ક્રમને છોડીને જીવ, કાંઈ આત્મહિત કરવા ચાહે તો તેવો પ્રયાસ કદી સફળ થતો નથી, તેથી સર્વ સિદ્ધાંત અને બોધમાંથી ક્રમ ઉપર ધ્યાન જવું અત્યંત આવશ્યક છે. જે મહાત્માઓએ આત્મોન્નતિના ક્રમને બોધ્યો, તેમની અપાર કરુણા વંદનીય છે. (૧૩૪૦)
જૂન - ૧૯૯૪
સમ્યગ્દર્શન પહેલાં જીવ, ભેદજ્ઞાનનો પ્રયાસ કરે છે, તે વચલી દશા, (મેળવણી માટે) જાણવાનો વિષય છે, ત્યાં સુધી હજી દષ્ટિ સવળી થઈ નથી. દૃષ્ટિ તો આત્મા સિવાઈ કોઈને સ્વીકારતી નથી, તે કારણથી દૃષ્ટિ સમ્યક્ ન થાય ત્યાં સુધી વચલી દશાને ગૌણ રાખવામાં આવે છે - જે ઉચિત જ છે. તીવ્ર જ્ઞાનદશામાં તેમ થવું સહજ છે.
-
(૧૩૪૧)
જિજ્ઞાસા :– જીવને અનંતકાળમાં અનંત પ્રકારે અનંત ઉપાય કરવાં છતાં સંસારથી મુક્ત થવાનો માર્ગ મળ્યો નથી, તેનું શું કારણ ?
સમાધાન – અંતરથી ખરેખર છૂટવાની ભાવના થઈ નથી. અભિપ્રાયમાં બહારમાં કાંક સુખબુદ્ધિ રહી છે, ભવરોગની ભયંકરતા ભાસી નથી, તેથી સત્પુરુષની શોધ - માર્ગ દેખાડનારના ચરણમાં જવાના ભાવ નથી. જો ઉક્ત યોગ્યતાપૂર્વક જ્ઞાનીપુરુષની પ્રતીતિ આવે કે આ જ્ઞાની જ છે' તો અચળ પ્રેમ - ભક્તિ ઉપજે, જે સકિતનું અંગ છે.
(૧૩૪૨)