________________
૨૧૮
અનુભવ સંજીવની સર્વ જ્ઞાનીનો આદેશ છે કે તે જીવ ! સુખ આત્મામાં છે તે ન ભૂલ. ભ્રાંતિ છોડ.” (૭૮૧)
સમ્યક્ થતાં, બાહ્ય સંયોગ તો હતા તેવા જ ચાલુ રહે છે. પરંતુ સ્વામીત્વપણે મમત્વ રહેતું નથી, અર્થાત્ અવાંછિત ભાવે જ્ઞાનીને વર્તવું થાય છે, સંયોગો પ્રત્યેની રૂચિ અંતરંગમાં નથી. કારણકે નિજ શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ રહે, અને પર દ્રવ્યમાં રુચિ પણ રહે, તેવું બનતું નથી. જ્ઞાતાપણું અને (પરનું વાંછકપણું - તે પરસ્પર સર્વથા વિરુદ્ધ છે. પરની અભિલાષા / રુચિ – તે નિશ્ચયથી પુરું મિથ્યાત્વનું પરિણામ છે. એમ શ્રીગુરુ કહે છે. આત્મરુચિ તે ખરેખર સમ્યફદર્શન છે.
(૭૮૨)
/ પ્રયોગનો પ્રારંભ તત્ત્વજ્ઞાનની સમજણને વર્તમાન ઉદયકાળે લાગુ કરવાથી થાય છે, આમ કરવામાં, અનુભવાતા ભાવોનું અવલોકન થાય છે. અને અવલોકન ચાલુ રહેવાથી રાગનો અનુભવ અને જ્ઞાનનો અનુભવ - એમ બંન્ને ભાવોની અનુભવથી ભિન્નતા જણાય છે. તેમ થતાં ભેદજ્ઞાનનો વિધિ-નિષેધયુક્ત પુરુષાર્થ ચાલુ થાય છે. - આમ પ્રયોગ કાળે પુરુષાર્થ શરૂ થાય છે અને તેથી જ સ્વરૂપનું ભાવભાસન આવે છે - સ્પષ્ટ અનુભવાશે . જેથી અપૂર્વ મહિમા સહિત પુરુષાર્થમાં વેગ આવે છે અને લીનતા થાય છે.
(૭૮૩)
ઑગષ્ટ - ૧૯૯૧ જે ધર્માત્માને કર્યોદયે કાયયોગ વર્તે છે, તેમાં ભિન્નતા થવાથી મમત્વનો અભાવ થયો છે, તેને પર જીવના સંયોગમાં રહેલા દેહ પ્રત્યે સુખની કલ્પના થઈ, અબ્રહ્મચર્યનો પ્રકાર કેમ થાય? તેથી જેને પોતાના શરીરનું પણ નિર્મમત્વ થઈ ગયું છે, તેને જ વાસ્તવિક બ્રહ્મચર્ય (નિશ્ચયથી તેમજ વ્યવહારથી) હોય છે બ્રહ્મ અર્થાત્ દેહાધ્યાસથી પ્રતિપક્ષભૂત સ્વભાવ તેમાં એકત્ર થવાથી, દેહભાવની કલ્પનાનો અભાવ થવો તે બ્રહ્મચર્ય – આમ સમ્યક પ્રકારે વેદોદયનો ઉપશમ થવા યોગ્ય છે, માત્ર હઠથી વૃત્તિ દમન કર્તવ્ય નથી.
(૭૮૪)
ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નિરર્થક છે, લક્ષ વગરના બાણની જેમ – યદ્યપિ બાહ્ય પ્રવૃત્તિમાં ઉપયોગ બહિર્મુખ થાય છે, તે આત્મહિતને અનુકૂળ નથી, તેથી તેને પણ છોડાયો છે. પરંતુ મુમુક્ષુની ભૂમિકામાં તો ઉપયોગ હજી અંતરમાં આવ્યો નથી, ત્યાં પ્રથમ લક્ષ / ધ્યેયપૂર્વક બુદ્ધિપૂર્વક શાસ્ત્રવાંચન, શ્રવણ, વિચારણા, ચિંતવન, સ્મરણ વગેરે થવું ઘટે છે અન્યથા કેવળ બાહ્યક્રિયા જ થાય છે. તેનું પરમાર્થે કોઈ સફળપણું નથી. આત્મહિતરૂપ પૂર્ણતાનું લક્ષ . નો વિષય, યદ્યપિ પરોક્ષ છે, પરંતુ તેવા લક્ષપૂર્વકનું અવલોકન, પરોક્ષપણું મટાડવાની પ્રક્રિયારૂપ છે. કારણકે