________________
૧૬૮
અનુભવ સંજીવની જે અંતરંગમાં નિજજ્ઞાનના પરિચયનો પુરુષાર્થ કરવાની, જ્ઞાનીને પણ જિનાજ્ઞા છે. અને પરભાવનાં પરિચય કરવાની ના છે. તો મુમુક્ષુએ પણ તેમજ કર્તવ્ય છે; કારણકે પરભાવ નો પરિચય સાધનાને પ્રતિકૂળ છે, વા પ્રતિબંધરૂપ છે.
જેમ ગુણીજનનો પરિચય કર્તવ્ય છે, અને અવગુણીનો પરિચય કર્તવ્ય નથી તેમ. તેથી જ પરભાવના પરિચયરૂપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે.
ઉપરોક્ત નિજજ્ઞાનના પરિચય - પુરુષાર્થમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદ બુદ્ધિનો તો અત્યંત નિષેધ છે. પ્રવૃત્તિનો ઉદય હોય ત્યાં વિશેષ ભાવના કરવી- તેવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. તેમ કરવા જતાં આપત્તિને વેદનાની સંભાવના હોય, તો તે માટે તૈયાર રહેવું. તથા પ્રકારની દઢતા થવા અર્થે સત્સંગ જેવો સરળ ઉપાય કોઈ નથી.
(૬૧૯)
ધ્રુવ સથી અન્ય પ્રકારે, કર્મ પ્રસંગમાં જે જે પ્રકારે આ જીવને પોતારૂપ કલ્પના થાય છે, તે સર્વ ભ્રાંતિ છે; તેની નિવૃત્તિ અર્થે સર્વ સાધન કહ્યા હોવાથી, જે તે સાધન અંગીકાર કરતાં, સર્વત્ર ભ્રાંતિથી નિવૃત્ત થવાના લક્ષ, અર્થાત્ સત્ સ્વરૂપના લક્ષ, જ પ્રવૃત્તિ થવી ઘટે છે, નહિ તો તે ક્રિયાઓમાં ભ્રાંતિગતપણે અહબુદ્ધિ, તર્જનિત કદાગ્રહ વગેરે અવગુણ અવશ્ય ઉત્પન્ન થાય છે અથવા પૂજા શ્લાઘા થવાથી તે પ્રિય લાગે છે, અથવા મતાગ્રહથી સંપ્રદાય ચલાવવાની રૂઢિમાં આવી જવાનું થાય છે, જે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. ભ્રાંતિથી નિવૃત્ત થવા જીવે અત્યંત સાવધાની / જાગૃતિ રાખવી ઘટે છે. વિશેષ કરીને આ પ્રકારને વિષે ધ્યાન દેવા યોગ્ય છે. (૬૨૦)
* લૌકિક ભાવે વર્તવું – એટલે આત્મસ્વરૂપને ભૂલવું, સંસારિક પ્રસંગોમાં, કે ધાર્મિક પ્રસંગોમાં, તે અહિતનું એકાંતે કારણ છે.
અનાદિ લોકસંજ્ઞાને લીધે, સહજ લોક-ચેષ્ટામાં સાવધાની થઈ આવે છે, તે સૌ સંભાળ છોડીને, અથવા જતી કરીને, આત્મહિતને જ મુખ્ય કરવું ઘટે છે; નહિ તો લૌકિક ભાવ આડે આત્મહિત થઈ શકે તેમ નથી. અથવા લોકચેષ્ટાએ વર્તતાં, આત્મહિત પણ સાધી શકાય, - તેમ ઇચ્છવુંતે અશક્યને શક્ય કરવા જેવી વાત છે. જે જીવ લોકસંજ્ઞાએ વર્તે, તે આત્માની હિતવિચારણા યથાર્થ સ્વરૂપે કરી શકે નહિ, ત્યાં હિત-વિચારણાથી પ્રાપ્ત ફળની અપેક્ષા માટે શું વિચારવું ? અને હિત-વિચારણાનું સ્થાન જે સત્સંગ, તેની અસરને લોકાવેશ ધોઈ નાખે છે, અથવા તેનું થોડું ફળ આવ્યું હોય તેને નિર્મળ કરી નાંખે છે. તેથી જ આત્માર્થી જીવ, લોકસંગ . પ્રસંગથી દૂર રહી, નિજહિતનું સાધન કરે છે, અને જ્ઞાની તો અત્યંત જાગૃત રહી ( વ્યવસાય આદિમાં પ્રવર્તવું પડે ત્યારે) ઉદય વેદે છે; આત્મ અવસ્થા સંભાળી સંભાળીને પ્રારબ્ધ ભોગવે છે, તેથી ઉદાસીનતા સહજ રહે છે.
(૬૨૧)