________________
અનુભવ સંજીવની
૧૬૯
પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ભક્તિ, અને શાસન-નાયક ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા સમક્ષ ભકિત કરનારને, પોતાનું વિશેષ હિત શેમાં છે ? તે પોતાના ભક્તિના પરિણામથી વિચારી, પ્રત્યક્ષયોગનું મહત્વ સમજાય, તો બાહ્ય ક્રિયામાં અટકે નહિ, અને સત્સંગને આરાધે, ત્યાં સામાન્ય પાત્રતા સંભવે છે. ઉત્કૃષ્ટ પાત્રતામાં તો જ્ઞાનીપુરુષ દેહધારી પરમાત્મા જ ભાસે છે. જેને લીધે જ્ઞાની પુરુષ પ્રત્યે, પરાભક્તિ ઉગે, એવી બુદ્ધિ થયે, માર્ગની પ્રાપ્તિ નિકટમાં છે, તેમ સમજવા યોગ્ય છે. (૬૨૨)
પુદ્ગલ વિષયોમાં જ્યાં સુધી દઢ રાગ-રસ છે. ત્યાં સુધી તત્ત્વજ્ઞાન થઈ શકે નહિ, કેમ કે ત્યાં દર્શનમોહનું પ્રાબલ્ય વર્તે છે. તેવો દઢ રાગ-રસ તોડવા નિજદોષ દર્શન અનિવાર્ય છે. તે વિના આ મહાવિપરીત, સ્વભાવને આવરણ કરનારો ભાવ આડો આવીને ઊભો રહે છે. સ્વભાવ દર્શન થવા દેતો નથી. તેથી રાગ-રસને દૂર કરવા માટે, સ્વદોષનું અવલોકન તે અમોઘ ઉપાય છે. દરિદ્રીને ધનવાનની સંપત્તિ જોવા કે સ્પર્શ કરવા મળે, તો તેને તેથી કાંઈ પ્રાપ્તિ થતી નથી. તેમ પરિણામ દરિદ્રીને પુદ્ગલની યાચનાવાળાને / વિષયીને) આત્માનું શ્રવણ, મનનથી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી - તે અનુભવનો વિષય હોવાથી.
(૬૨૩)
પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે કે –
આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને, પરમાં સાવધાન થઈને પરિણમે છે. ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો, એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. અને આવી પરમાં સાવધાની સ્વયે જ (તત્કાળ) દુઃખરૂપ છે; અને ભાવી દુઃખનું પણ કારણ છે. તેથી સુખી થવાતું જ નથી; પણ ભ્રમણાથી મિથ્યા / વિપરીત પુરુષાર્થ થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પરિણામ - પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને, જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને, સમભાવ, સાક્ષીભાવે, પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને, સંભાળીને, જિનપરિણામના પુરુષાર્થમાં રહેવું, તે પરમ વિવેક છે, અને તેમ વર્તતા કદાચ “પ્રારબ્ધની કઠણાઈ” ઊભી થાય તો તે ખરેખર ‘કઠણાઈ નહિ રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર, સ્વચ્છ, નિમિત્ત બની રહેશે, જેનું પરમ વિવેક, આનંદ અને સમભાવથી સ્વાગત કરવા, ક્યારનોય અગાઉથી જ ઊભો છે. તેથી – હે જીવ ! જરાપણ ક્ષોભ વિના તું, સર્વ ઉદયથી ઉદાસીન - ઉપેક્ષિત થઈને, સ્વરૂપના ઉદ્યમમાં, પૂરી શક્તિથી લાગી રહે ! જ્ઞાની પુરુષોએ તો મિથ્યાત્વમોહની કરતાં તમતમ પ્રભા અને રૌરવ નરકને સંમત કર્યા છે. તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરાપણ મૂંઝાવા જેવું શું છે ?'
(૬૨૪).
- પોતાનું મૂળ સ્વરૂપ પરમાત્મ - સ્વરૂપ છે, અને તે સમ્યક શ્રદ્ધાનો વિષય છે, તે જ માન્યતા જ