________________
૧૭૦
અનુભવ સંજીવની
સાચી છે, તોપણ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયા વિના, કર્મજનિત પર્યાય સ્વરૂપે છું' તેવી અસમ્યક્ માન્યતા બદલાતી નથી, અને યથાર્થ મુમુક્ષુતા આવ્યા વિના તેવું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી; ત્યાં સુધી પોતાને વિષે પરમાત્મપણું વિકલ્પમાત્રથી માની બેસવું નહિ, પરંતુ તે પદ માટે જિજ્ઞાસુ રહેવું યોગ્ય છે, અથવા વધારે સારું છે; જેથી પરમાત્મપણું પ્રગટે, તેવો માર્ગ છોડીને પ્રવર્તવાથી, તે પદની શ્રદ્ધા/ ભાન થતું નથી. પરંતુ પરમાત્મા / સર્વજ્ઞ વીતરાગની અશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે અર્થાત્ સ્વચ્છંદ થાય છે. (૬૨૫)
જ્ઞાનદશા એટલે કે સ્વાનુભૂતિરૂપ નિર્વિકાર દશામાત્ર, અન્ય પદાર્થની / વિષયની ઈચ્છાને નિર્મૂળ કરવાનું એકમાત્ર ઔષધ છે. કેમકે તેમાં તૃપ્તિ અને શાંતિ સાથે છે. તે સિવાય અનાદિ સુખાભાસ જનિત વિષય-વૃત્તિ શાંત થાય - ઉદ્ભવ ન થાય, તેમ બનવું સંભવિત નથી. અજ્ઞાનભાવે, વિષય અર્થાત્ ઈચ્છિત પદાર્થ ભોગવી, તેનો વિકલ્પ મટાડવાનો ઉપાય વિચારવામાં આવે છે, તે યથાર્થ નથી, કારણ કે ભોગવતાં રસ આવે છે, તે વિષયમૂર્છા, વિકારને પરાજિત કરવાને બદલે વર્ધમાન કરે છે. જે જ્ઞાનને આવરણ કરનાર છે. આવા પ્રસંગમાં જ્ઞાનીની દશા, બાહ્ય દૃષ્ટિ જીવો માટે અગમ્ય છે. અંતર દૃષ્ટિવાળા તો જાણે છે, કે પુરુષાર્થ છતાં, ન ચાલતાં, ઉદયને અનિચ્છાએ, પશ્ચાતાપ સહિત અનુસરવું પડે છે; તેથી જેને નીરસપણું સહજ પ્રાપ્ત થયું છે, તે માંડ માંડ જીતી શકે છે. તેને યથાર્થ સમજ્યા વિના પ્રાયઃ ભ્રાંતિ થવા સંભવ છે.
(૬૨૬)
પૂર્ણતાના ધ્યેય લક્ષિત પરમ જાગૃતિ, તે સહિત અંતપ્રયોગપૂર્વક સ્વરૂપ લક્ષ, અને તનિત એક લયથી ઉત્પન્ન પુરુષાર્થ જ ગ્રંથિભેદ થવામાં પર્યાપ્ત વીર્યગતિ ધારણ કરી શકે; અન્યથા અનંતવાર ગ્રંથિભેદ થવાના પ્રસંગે જીવ ક્ષોભ પામી, પાછો સંસાર પરિણામી થયો છે.
(૬૨૭)
અનંત શાંતિ, જ્ઞાન, વીર્યાદિ સ્વસ્વરૂપને અવલોકી, નિજ ધ્રુવપદની ધૂન, એક લયે, હે જીવ! આરાધ, પ્રભાવનાએ આરાધ ! અપ્રમત્તપણે સ્વયં સિદ્ધપદ મસ્તકે રહો !! નિરંતર રહો !! (૬૨૮)
ગુણભેદથી સ્વસ્વરૂપની વિચારણા માત્ર લક્ષ / ઓળખાણ થવા પર્યંત થવા યોગ્ય છે. પરંતુ પ્રતિભાસિત અભેદ સ્વરૂપ, આરાધનાનો વિષય હોવાથી, આરાધવાની વિધિ ગુણભેદરૂપ ભેદભાવવાળી નહિ હોવાથી, શ્રદ્ધા જ્ઞાનના ભેદે, આરાધન થઈ શકતું નથી; કે દ્રવ્ય, ગુણ, પર્યાયનો ભેદ લક્ષમાં રહે, ત્યાં સુધી અભેદતારૂપ આરાધના થતી નથી. તેથી અભેદ આત્મભાવે, આત્મા આત્મામાં, આત્માપણું ભાવે તે વિધિનું સ્વરૂપ છે. આમાં ભેદનો નિષેધ સહજ છે. તેથી સ્વરૂપ નિશ્ચય વિના, આરાધનાનો પ્રયાસ તે માત્ર ક્રમનો વિપર્યાસ છે. જેનું ફળ તે વિપર્યાસને