________________
અનુભવ સંજીવની
૧૭૧
દઢ કરવામાત્ર છે. આમ હોવાથી સર્વ પ્રથમ સ્વરૂપ નિશ્ચય અર્થે જ પ્રયત્નવાન રહેવું યોગ્ય છે.
(૬૨૯)
4
7" ,, D
*
‘સત્’ની ઓળખાણ અને અનુભવ પહેલાં, તે વિષયમાં જિજ્ઞાસુ રહેવું તે ઉચિત છે. જિજ્ઞાસુએ બીજાને સમજાવવું કે ઉપદેશ આપવો, પોતાને માટે હિતાવહ નથી, પરંતુ હિતેચ્છુ ભાવે, બીજાને જિજ્ઞાસુ – પિપાસુ થવા અર્થે મર્યાદિત પ્રવૃતિ કરવી ઘટે. બીજાને સમજાવનારમાં ઘણી યોગ્યતા અને વિચિક્ષણતા હોવી જોઈએ; સાચો ઉત્તર આપવામાં પણ તે ઉત્તરથી કોઈને નુકસાન ન થાય, તેવા પ્રકારે ઉત્તર આપવો જોઈએ; અને આવશ્યક લાગે તો મૌન રહેવું જોઈએ, અથવા જાહેરમાં ઉત્તર ન આપતાં, અંગત રીતે જિજ્ઞાસુને સાચા ઉત્તરનાં લાભાલાભ સમજાવી, તેની મર્યાદાનો ખ્યાલ આપી, ઉત્તરનો વિષય મર્યાદિત કરવો જોઈએ. આવી નીતિ જાળવી શકવાની ક્ષમતા વગર પ્રશ્નોત્તરીમાં ઉતરવું નહિ.
(૬૩૦)
મહાપુરુષોનું જીવન ચરિત્ર જોતાં, તે એમ પ્રતિબોધે છે કે, નિરંતર ઉદયમાન એવો કર્મપ્રસંગ, તે નવા પ્રતિબંધનો હેતુ અનંતકાળથી થતો આવ્યો છે, ત્યાં પોતાની પૂરી શક્તિથી જાગૃત રહેવા યોગ્ય છે. અર્થાત્ અજાગૃતપણું રહેવા યોગ્ય નથી – તેમ પ્રકાશી અનંત આત્માર્થ પ્રતિબોધ્યો છે. તેથી પૂર્વપ્રારબ્ધ એવો જે કર્મપ્રસંગ પ્રાપ્ત થાય છે. તે પ્રત્યે જાગૃત - ઉપયોગે, ઉદાસીનપણું વેદવું ઘટે છે. નહિ તો આત્માર્થને હાનિ થતાં વાર લાગે નહિ.
મહાપુરુષાર્થ વડે જે પરાક્રમી છે, તેવા પુરુષાર્થમૂર્તિ ધર્માત્માઓ પણ જ્યાં આત્મદશા સંભાળી સંભાળીને–અંતરમાં અત્યંત સાવધાન રહીને જ્યાં ચાલ્યા છે, ત્યાં મુમુક્ષુજીવે પ્રવર્તતાં તો કેટલું વિશેષ સંભાળવું - ચેતવું જોઈએ, તે વારંવાર પ્રસંગે પ્રસંગે વિચારવા યોગ્ય છે. (૬૩૧)
In
આત્મહિતરૂપ સત્ય ધર્મનો ખોજી જીવ, જૈન સંપ્રદાયમાં જન્મેલ હોય, વા અજૈન સંપ્રદાયમાં જન્મેલ હોય, તેની દૃષ્ટિ માત્ર પરમાર્થ પર જ રહે છે. તેથી જૈન હોય તોપણ, કસોટી કર્યા વગર, શાસ્ત્ર સિદ્ધાંતનો સ્વીકાર કરે નહિ. પરંતુ કુળયોગે સંપ્રદાય (જૈન) પ્રાપ્ત થયો હોય, અને તે પરમાર્થરૂપ છે કે કેમ ? તેની પરીક્ષા કર્યા વિના, તેવી પરીક્ષાદષ્ટિ ચાલ્યા વિના, પરમાર્થ માની રાખવામાં, જીવ પરમાર્થને / આત્મહિતને, અવશ્ય ચુકી જાય છે. તે જૈનોએ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. જે પરમાર્થને શોધે છે, તે અવશ્ય પરમાર્થને પામે છે. તેથી કુળધર્મનું મમત્વ ત્યાગી, બોધનું નિરાબાધપણું અને પૂર્વાર્ધર અવિરોધપણું વિચારવું યોગ્ય છે.
(૬૩૨)
પોતામાં પૂર્ણતા જોઈને, જે સમસ્ત પદાર્થની તૃષ્ણાનો અભાવ કરે છે, તેને ભય અને ચિંતા