________________
૧૭૨
અનુભવ સંજીવની સંબંધિત કોઈ દુઃખ થતું નથી. જેને ભય અને ચિંતા નથી, તે પુરુષને આત્મ સ્થિરતા થઈ શકે છે; અને તે પુરુષ શાંત ચિત્તવાળો થઈ શોભે છે, તેની શાંતતા જોઈ, જોનાર પણ ચિત્ત-પ્રસન્નતાને પામે છે, એટલું જ નહિ, જે વિપત્તિના પ્રસંગો છે, તેમાં દુઃખ ઉત્પન્ન થવાને બદલે, તે પ્રસંગો પરમાર્થ-લાભ થવામાં નિમિત્ત થઈ પડે છે. આવા માર્ગનું મૂલ્ય શેના વડે થઈ શકે ? (૬૩૩)
કુસંગથી સર્વદોષની ઉત્પત્તિ થઈ આવે છે. સર્વ મહાદોષો, આ એક દોષથી વધે છે જ્યારે સત્સંગથી એક ગુણ પણ જો બળ પામે તો દોષવાળા પુરુષના સઘળા દોષો ક્ષય પામે; એવા બીજા ગુણો પણ વધે; ગુણોરૂપી સંપત્તિ પ્રાપ્ત થવા અર્થે, સત્સંગ એક કલ્પવૃક્ષ છે, જેના ઉપર અમૃતફળ પાકે છે. શરત એ છે કે શુદ્ધ અંતઃકરણથી નિજહિતના હેતુથી તે સેવવામાં આવે તો ...તો તે સરળતા, વૈરાગ્ય સહિત સેવાય અને કદાપિ નિષ્ફળ ન જાય.
(૬૩૪)
દર્શનમોહથી સર્વ પ્રકારના અનિષ્ટો જન્મે છે, તેમાં સંપ્રદાયબુદ્ધિ’ નું અનિષ્ટ કેટલું ભયંકર છે, તે વિચારવા યોગ્ય છે.
* વેદાંત જેવા સંપ્રદાયમાં ઉપદેશ બોધનો વિષય અતિ સુંદર હોવા છતાં, માત્ર સંપ્રદાય બુદ્ધિને લીધે, તેને અનુસરનારા, મોહ વિરુદ્ધ ઉપદેશ દેનારા, જિનમાર્ગને અર્થાત્ સમ્યક્ માર્ગને પામી ન શકયા !! ઓળખી પણ ન શકયા !
* જૈનો પણ સંપ્રદાયબુદ્ધિના કારણથી જેનાભાસપણાને પામી, આશ્ચર્યકારી અંગપૂર્વના અધ્યયન અને જિનોક્ત વહેવાર સંયુક્ત હોવા છતાં પણ આત્મકલ્યાણથી વંચિત રહી ગયા. કોઈ તો વિરાધનામાં પ્રવર્યા !
ઊંડા વિચારથી એમ ભાસે છે કે દર્શનમોહરૂપી સમુદ્રનાં જળ ઘણાં ઊંડા છે; બીજા કોઈપણ (સ્વયંભૂરમણ) સમુદ્ર કરતાં . વિશાળ પણ અને તેથી જ તેને પાર કરવાની દુષ્કરતા પ્રસિદ્ધ
(૬૩૫)
પાત્રતા સંપન્ન જીવને પણ સંસારિક પ્રતિકૂળતા ટાળવા અથવા આર્થિક લાભ મેળવવા સંબંધી ઇચ્છા, સત્સંગના નિમિત્તે થઈ આવતી હોય તો, તે નિદાનબુદ્ધિ છે. તે જ્યાં સુધી રહે ત્યાં સુધી દર્શનમોહ બળવાન હોય છે. તેથી સમ્યકત્વના અવરોધપણે છે, તેમ જાણી તે ટાળવા યોગ્ય છે, અથવા શમાવવા યોગ્ય છે, આવા સંકલેશ પરિણામ, કુટુંબમોહવશ, અને પોતાને પ્રતિકૂળતા - અશાતા નહિ સહન કરવાની બુદ્ધિથી થાય છે, જેથી સત્સંગનું મહાભ્ય જળવાતું નથી, અપૂર્વ આત્મલાભનું સાધન એવો જે સત્સંગ, તેને પૌલિક ભાવના વડે, ખોવારૂપ મહા અવિવેક છે, તેમ સમજવા યોગ્ય છે.
(૬૩૬)