________________
૩૭૪
અનુભવ સંજીવની - લોકસંજ્ઞા એ તીવ્ર બાહ્ય વૃત્તિ છે. જે જીવને અંતર્મુખ થવામાં બાધક છે. - પ્રતિકૂળ છે. તેથી તે મોટુ અનિષ્ટ અને આત્માને અત્યંત આવરણનું કારણ સમજવા યોગ્ય છે. (૧૪૫૩)
સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિએ ઉત્કૃષ્ટ ભક્તિ પ્રાપ્ત થવા છતાં તે દશાનું અહમ્ થતું નથી, કારણકે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ સાથે સાથે જ ઉત્પન્ન થાય છે. – આ અદ્ભુત સમ્યફ / યથાર્થ સ્થિતિ છે. નહિ તો ભક્તિવાનને પણ ભક્તિનું અહમ્ આવતાં વાર લાગે નહિ. યથાર્થ મુમુક્ષતામાં સહજ આવું હોય છે. અર્થાત્ બધા પડખા યથાર્થ હોય છે.
(૧૪૫૪)
આત્મ ઉન્નતિના ક્રમમાં યથાર્થપણે પ્રવેશ થવાથી, સહજ ઉપરની દશામાં પ્રવેશ થતો જાય છે, તેથી પછી શું કરવું ? તેવી સમસ્યા ઘણું કરીને રહેતી નથી – અથવા સહજતાને લીધે, કૃત્રિમ / કતૃત્વના ભાવો આવતા નથી. જેમકે પરિભ્રમણની ઝૂરણાથી યથાર્થ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે અને કાર્ય સહજ ચાલતું હોવાથી, શું કરવું –એ સમસ્યા ઉદ્ભવતી નથી. (૧૪૫૫)
જુલાઈ - ૧૯૯૫ મુમુક્ષુની પ્રત્યેક ભૂમિકામાં યથાર્થતા, આવે તો તે વિકાસને પ્રાપ્ત થઈને સમ્યકત્વમાં પરિણમે છે. તેથી મુમુક્ષુ ભૂમિકાની યથાર્થતા સાધક છે અને સમ્યકત્વ સાધ્ય છે. (૧૪૫૬)
- પરિભ્રમણની વેદના – એ પરિભ્રમણના કારણભૂત ભાવો અંગેનો પશ્ચાતાપ છે, જેનાથી અંતઃકરણની શુદ્ધિની પ્રક્રિયા થાય છે, વિપરીત અભિપ્રાયોમાં ફેર પડે છે, પ્રતિબંધ ઢીલા પડે છે, અને યથાર્થ ઉદાસીનતાપૂર્વક દર્શનમોહ મંદ થવાની શરૂઆત થાય છે. (૧૪૫૭)
જે કોઈપણ દોષનું માપ, તે દોષ પાછળના અભિપ્રાયથી સમજાય છે. અભિપ્રાય સમજ્યા વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. પરિણમનમાં અભિપ્રાયનું મહત્વ ઘણું છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિએ સત્સંગાદિ ધર્મ સાધન કરવામાં આવે છે, ત્યાં સુધી તે સફળ થતાં નથી. (૧૪૫૮)
- મુમુક્ષુઓએ સત્સંગમાં બે પ્રકારે પ્રવર્તવા યોગ્ય છે. એક, પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધવાના ક્રમ અંગેનો પ્રયાસ, અને બીજુ સત્પરુષના ગુણાનુવાદ દ્વારા તેમના પ્રત્યે બહુમાન ઉપકારબુદ્ધિ વર્ધમાન થાય, તેવો પ્રકાર, - આ બંન્ને પ્રકાર નિર્મળતાનું કારણ છે. (૧૪૫૯),
/ જૈનદર્શનના પાયામાં જન્મ-મરણનો નાશ કરવાનો સિદ્ધાંત અને પ્રયોગ છે. જે સ્વ- લક્ષીપણાના