________________
અનુભવ સંજીવની
૩૭૩ પરમાર્થમાર્ગનું મૂલ્યાંકન થવાથી, સંસાર સમસ્ત ગૌણ થાય છે અને સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મૂલ્યાંકન થાય છે. તથારૂપ યોગથી બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ આત્મસ્વરૂપનું મૂલ્યાંકન થાય છે. જેથી સ્વરૂપ મહિમા સહજ ઉત્પન્ન થાય છે. સ્વાનુભૂતિ તે સ્વરૂપ મહિમાની પર્યાય છે. ગુણસ્થાન અનુસાર તારતમ્ય ભેદ હોય છે.
(૧૪૪૫)
- કોઈપણ શરૂ કરાયેલા કાર્યની યથાર્થતાનું માપ, તે કાર્યના ઉદ્દેશ્ય – ધ્યેય સાથે સંબંધ ધરાવે છે. ધ્યેયનું સ્તર જેટલું ઊંચુ હોય, તેટલી કાર્યની પ્રક્રિયાનું સ્તર ઊંચુ અને યથાર્થ હોય છે.
(૧૪૪૬)
જૂન - ૧૯૯૫ સપુરુષનો ઘનિષ્ટ સંગ વધતો જાય, તેટલું તેમની અંદરનું રહસ્ય દેખાવા લાગે છે. ત્યારે નિર્મળ પ્રેમ અને એજ્ય ભાવ ઉત્પન્ન થઈ ઉન્નત પરિણામોનો પ્રયાસ થવા લાગે છે.(૧૪૪૭)
V મિત્રતાનો સંબંધ હાસ્ય . વિનોદ પુરતો હોવો ઘટારત નથી. પરંતુ કોઈ કુમાર્ગે ચડે તો તેને રોકવો - તે મિત્રતા છે. અથવા સન્માર્ગે ચડાવે તે સાચી મિત્રતા છે. (૧૪૪૮)
બાહ્ય ધર્મસાધનની પ્રવૃત્તિ આગળ વધવા માટે છે, જો જીવ આગળ ન વધે તો, તે પ્રવૃત્તિ રોકાવાનું નિમિત્ત થઈ જાય છે. કોઈપણ ધર્મ પ્રવૃત્તિ Routine બની જાય છે, ત્યારે પ્રાયઃ જીવો રોકાઈ જાય છે, તેથી ત્યાં જાગૃતિ આવશ્યક છે.
(૧૪૪૯).
મુમુક્ષતામાં નિજ હિતના પ્રયોજનની જેટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ પક્કડ રહે, તેટલી યથાર્થતા પરિણમનમાં રહે છે. - આ યથાર્થતા અંગેનું ધોરણ છે.
(૧૪૫O)
V પારિવારીક સંબંધ પરમાર્થે કલ્પિત છે. છતાં જગતમાં તે વાસ્તવિક મનાય છે. જે માન્યતા અધોગતિનું કારણ છે. મુમુક્ષુને સમવિચારવાળા પરિવાર સાથે સાધર્મ સંબંધ હોવા યોગ્ય છે. સંસાર સંબંધે આ જીવે પરિણામ કરીને અનંતવાર દુર્ગતિમાં જઈ અકથ્ય દુઃખો ભોગવ્યા છે – છતાં અજ્ઞાન વશ ફરી ફરી તેવું કરે છે.
(૧૪૫૧)
પરિભ્રમણની ચિંતના / ઝૂરણા થયા વિના યથાર્થ ઉદાસીનતા અને મુમુક્ષતાનો ક્રમ શરૂ થાય નહિં. તેથી સ્વચ્છંદ ત્યાગી જ્ઞાનીના માર્ગે વર્તવું યોગ્ય છે.
(૧૪૫૨)