________________
૩૭૨
અનુભવ સંજીવની
મે - ૧૯૯૫ V જેને સંયોગોની ચિંતા રહ્યા કરે, તે જડની ચિંતામાં પડ્યા છે, તેને ભવભ્રમણની / આત્માની ચિંતા થતી નથી. જે ભવભ્રમણની ચિંતાથી ઘેરાય છે, તેને સંયોગોની ચિંતા છૂટી જાય છે.
(૧૪૩૭)
Vદર્શનમોહનો અનુભાગ ઘટયા વિના, જે સિદ્ધાંત જ્ઞાનનો અભ્યાસ કરે છે, તે ક્રમભંગ પ્રવૃત્તિ દ્વારા પોતાને નુકસાન કરે છે, તેથી જ્ઞાની પુરુષે બોધેલા ક્રમક માર્ગે પ્રવર્તવું હિતાવહ છે.
(૧૪૩૮)
V અંતરની યથાર્થ ભાવનાપૂર્વક જે તે નિર્ણય / વિચારણા થાય છે – તેમાં યથાર્થતા હોય છે. પરંતુ ભાવુકતામાં આવનારના નિર્ણયમાં યથાર્થતા હોતી નથી.
(૧૪૩૯)
વર્તમાન ભૂમિકાથી આગળ વધવા માટે જે મુમુક્ષુની દૃષ્ટિ પ્રયોજનભૂતપણે કાર્ય કરે છે, ત્યાં યથાર્થતા છે. યથાર્થતા આવતા મુખ્ય ગુણોના પરિણમનમાં Coordination થાય છે. નાના દોષ પણ મોટા દેખાય છે, સરળતા, ગુણગ્રાહીપણું વગેરે આ ભૂમિકાના મુખ્ય લક્ષણ છે.
(૧૪૪૦)
પરલક્ષી તત્ત્વની સમજણ મુમુક્ષુને સંવેગ ઉત્પન્ન થવામાં કારણે થતી નથી. જ્યારે સ્વલક્ષી સમજણથી મુમુક્ષુને સંવેગ ઉત્પન્ન થઈ મુમુક્ષતા વર્ધમાન થવામાં કારણ પડે છે. સમજણ કરતાં સંવેગનું મહત્વ વિશેષ સમજવા યોગ્ય છે,
(૧૪૪૧)
/ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ચાલતા પરિણમન સાથે મીંઢવણી કરીને થવો ઘટે. અન્યથા તે અભ્યાસથી આત્મ પ્રત્યય લાભ નથી.
(૧૪૪૨)
છે.
/ પ્રતિબંધક ભાવો સામે ઉપદેશબોધ અને સિદ્ધાંતની વિચારણા અસરકારક નિવડે છે. તથાપિ
જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહિ, ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહે છે. જીવને વિપરીત અભિપ્રાય બદલવા પૂરી શક્તિથી જજુમવું પડે છે, પછી જ માર્ગ માટેની સરળતા થાય છે. (૧૪૪૩)
/ યથાર્થ મુમુક્ષતા – દઢ મોક્ષેચ્છા તે સિદ્ધપદનું મંગળ શિલાન્યાસ છે. આ શિલાન્યાસનો ઉત્સાહ અનેરો છે – અપૂર્વ છે.
(૧૪૪)