________________
૩૭૧
અનુભવ સંજીવની
સમાધાન ઃ— સત્પુરુષની ઓળખાણપૂર્વક યથાર્થ ભક્તિ હોય છે, અને ઓળખાણ વિના ઓભક્તિ હોય છે. ઓઘભક્તિ નિષ્કામપણે માત્ર આત્મહિતના લક્ષે હોય તો નિર્મળતા ઉત્પન્ન હોય છે, અને દર્શનમોહ પાતળો પડે છે અન્યથા (ભક્તિ રહિતને) સ્વચ્છંદાદિ દોષ, અહંભાવ વગેરે ઉત્પન્ન થાય છે પરંતુ ઓઘભક્તિનો અભાવ કરવાનું લક્ષ ન હોય તો દર્શનમોહ વધવા સંભવ છે, અથવા સકામપણું ઉત્પન્ન થવા સંભવ છે.
યથાર્થ ભક્તિ આવ્યે સર્વાર્પણબુદ્ધિ થઈ, પંચવિષયાદિ પ્રકૃતિ દોષ મોળાં પડે. સ્વચ્છંદ, કદાગ્રહાદિ ટળે, સત્સંગ, આત્મરુચિ વગેરેના પરિણામો સહજ રહ્યા કરે.
(૧૪૩૪)
મુમુક્ષુની ભૂમિકામાં મુખ્યપણે વિપરીત અભિપ્રાયનું પરિણમન બદલાઈને યથાર્થતા આવે છે અને મોક્ષમાર્ગમાં સાધક જ્ઞાનીને આચરણનું પરિણમન યથાર્થ થાય છે. અભિપ્રાયમાં યથાર્થતા આવ્યા વિના કોઈ આચરણ બદલવા ઇચ્છે, તો તેમાં યથાર્થતા આવે નહિ. (૧૪૩૫)
- આત્મસ્વભાવ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. તેથી સ્વભાવરૂપ પરિણમન પણ સૂક્ષ્મ છે. તેમાં પણ ઉપરની ભૂમિકામાં સૂક્ષ્મતા વિશેષ છે. સૌથી વધુ સૂક્ષ્મતા શુકલ ધ્યાનના પરિણામોની (આગમ પ્રસિદ્ધ) છે. તેથી જ બાહ્ય દોષિત પ્રવૃત્તિ કિંચિતમાત્ર ન હોવા છતાં પણ શુકલ ધ્યાન પરિણત સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની ઓળખાણ થવી અતિ દુર્ગમ રહી છે. બાહ્ય તત્ત્વથી અંતર આત્મગુણની ઓળખાણ થતી નથી. તેથી સામાન્ય મુમુક્ષુને સમોવસરણમાં વિરાજમાન જીવંત સ્વામીની ઓળખાણ થતી નથી.
મુનિરાજ પણ નિષ્પરિગ્રહી હોય છે, તેમનું બાહ્યાચરણ પણ નિર્દોષ હોય છે. છતાં પણ તેમની ઓળખાણ નહિ થવાનું કારણ વિચારવા યોગ્ય છે. તેમનું અંતર પરિણમન અતિ સૂક્ષ્મ હોવાથી, સામાન્ય મનુષ્યને સમજાતું નથી. તેમને માત્ર સમ્યક્દષ્ટિ જ ઓળખી શકે છે. કેમકે તેમને પૂર્ણ સ્વરૂપની ઓળખાણ, અને અનુભવપૂર્વક સજાતિય પરિણમન પ્રગટ થયું છે.
અવિરત સમ્યક્દષ્ટિની દશા અટપટી છે. અંતરમાં નિજ પરમાત્મ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ દશા પ્રગટ હોવા છતાં, બહારમાં પ્રારબ્ધ ઉદય પ્રમાણે વર્તતા હોય છે – તેથી જેને અંતરાત્મવૃત્તિ હોય તેને જ તેમની ઓળખાણ થઈ શકે, બાહ્ય દૃષ્ટિવાનને પ્રતીતિ આવી શકે નહિ.
આ પરિસ્થિતિમાં સજીવનમૂર્તિની ઓળખાણ દુર્લભ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુનું પરિણમન સામાન્ય મુમુક્ષુને પકડાય તેવું હોય છે, અને તે ભૂમિકામાં પ્રેરણા સ્પદ હોય છે. તેથી વર્તમાન યોગ્યતામાં તેનું પ્રયોજનભૂત કાર્ય થવામાં તે નિમિત્તે પડે છે. તેથી સામાન્ય મુમુક્ષુને ઉત્કૃષ્ટ મુમુક્ષુનો સત્સંગ સીધો ઉપકારી થાય છે આ સત્સંગ રહસ્ય છે. (૧૪૩૬)