________________
૩૭૦
અનુભવ સંજીવની કોઈપણ પરપદાર્થની વાંછા જીવના પરિણામમાં મલિનતા અને આકુળતા ઉત્પન્ન કરે છે, તેથી તેવી વાંછાપૂર્વકની ધર્મ-પ્રવૃત્તિ કાળે દૃષ્ટિ મલિન હોય છે, અને જે તે ધર્મ સાધન કરવા છતાં તે દૃષ્ટિથી આત્માને આવરણ આવે છે.
(૧૪૩૦)
એપ્રિલ - ૧૯૯૫ - જિજ્ઞાસા :- ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુ જ્ઞાની પુરુષને ઓળખી શકે, પરંતુ મંદ અથવા મધ્યમ દશાવાન મુમુક્ષુને વર્તમાન પ્રયોજનભૂત દૃષ્ટિકોણથી શું ઉપાય કર્તવ્ય છે ?
સમાધાન - મંદ અથવા મધ્યમ દશાવાન મુમુક્ષુએ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવવું ઘટે છે, અને તદર્થે તેણે ઉત્કૃષ્ટ પાત્રતાવાન મુમુક્ષુનો સંગ યથાર્થપણે કર્તવ્ય છે. - એક માત્ર કર્તવ્ય છે. કારણકે ઉત્કૃષ્ટ પાત્રતાવાનનું પરિણમન પ્રત્યક્ષ જોવા મળે છે. અને તેથી પરિણમનમાં આવવું સહજ બને
(૧૪૩૧)
V જિજ્ઞાસા – જે જીવ નિજ સ્વરૂપથી અજાણ છે, તે નિજ સ્વરૂપ સાથે કેવી રીતે પ્રેમ કરી શકે ? પોતાના આત્મા સાથે પ્રેમ કરવો તે પરાભક્તિ છે કે પોતાના પ્રભુ (ઉપકારી સપુરુષ) સાથે પ્રેમ (એક્ય ભાવ) કરવો તે પરાભક્તિ છે ? આવા પ્રેમનું યથાર્થ સ્વરૂપ કેવું હોય ?
ઉત્તર :- મુમુક્ષુને પ્રથમ સ્વરૂપ નિશ્ચય પહેલાં પ્રત્યક્ષ ઉપકારી જ્ઞાની પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ આવે છે, એક્યભાવને પ્રાપ્ત થાય તેવી અત્યંત ભક્તિ નિષ્કામભાવે ઉત્પન્ન થાય, તે જ તેનો આત્મા પ્રત્યેનો પ્રેમ છે, કેમકે તેના ભાવમાં સત્પુરુષ અને આત્મા જુદા નથી. તેનું જ નામ એક્યભાવ છે અથવા પરાભક્તિ છે. તેનું સ્વરૂપ એવું કે ઘડી એક પણ તેના વિયોગે રહેવું તે અસહ્ય થઈ પડે છે. પુરુષ જ તેનું જીવન થઈ જાય છે.
(૧૪૩૨)
- જિજ્ઞાસા – માત્ર પુરુષ નહિ, પરંતુ વર્તમાન ઉપકારી પુરુષ પ્રત્યે પરાભક્તિ ઉત્પન્ન થવા પહેલાં ભક્તિના જે પ્રકારો છે, તે પ્રકારો અને તેના આનુસંગિક પરિણામોનું સ્વરૂપ કેવું હોય ?
સમાધાન – ઉપકારી સપુરુષ પ્રત્યે પરાભક્તિ ઉત્પન્ન થયા પહેલાં, પરમેશ્વરબુદ્ધિ પૂર્વક સર્વાઅર્પણતા, આજ્ઞાકારિતા સહિત અપૂર્વ બહુમાન અને અત્યંત ભક્તિના પરિણામો હોય છે. – આ પરિણામો ઘનીષ્ટ થઈ ઐક્યભાવે પરાભક્તિમાં પરિણમે છે.
(૧૪૩૩)
એ જિજ્ઞાસા – ઓઘભક્તિ અને યથાર્થ ભક્તિમાં શું ફરક છે ? ઓઘભક્તિના ગુણદોષ શું છે ? યથાર્થ ભક્તિ સાથેના આનુસંગિક પરિણામો કેવો હોય ?