________________
અનુભવ સંજીવની
૩૬૯
પુરુષાર્થનું બહુમાન નિરંતર રહ્યા કરે, તે જ નજરાયા કરે - તેમના અપૂર્વગુણ દૃષ્ટિગોચર થતાં, સ્વચ્છંદ અને પ્રતિબંધ મટે, અને સહજ માત્રમાં આત્મબોધ પ્રગટે, તેવી ભક્તિને નમસ્કાર હો ! પુનઃ પુનઃ નમસ્કાર હો !!
(૧૪૨૩)
V મુમુક્ષુજીવ માર્ગ પ્રાપ્તિ અર્થે આગળ વધવા ઈચ્છે ત્યારે ‘આગળ કેમ વધવું ?” તે વિષયના પ્રશ્નો જ્ઞાનીને પુછે, પરંતુ જે પ્રકારના પ્રતિબંધને લીધે અટકવું થાય છે, તે પ્રકારના દોષનું નિવેદન પણ ન કરે અને માત્ર પ્રશ્નોના ઉત્તર મેળવી, આગળ વધવા ચાહે, ત્યાં યથાર્થ માર્ગ પ્રાપ્તિની ભાવનાનો સદ્ભાવ નથી. ખરેખર જેને જરૂરત લાગી હોય, તેને તેવી ભૂલ થતી નથી.
(૧૪૨૪)
આગમ વિવિક્ષાથી મતિ જ્ઞાનાવરણાદિનો જેટલો ક્ષયોપશમ (ઉઘાડ) થાય, તેટલું નિરાવરણપણું ગણાય, પરંતુ અધ્યાત્મ પદ્ધતિમાં, દેહાદિ અધ્યાસ મટે અને અન્ય દ્રવ્ય-ભાવમાં એકત્વ મટી, ઉપયોગ સ્વભાવમાં પરિણમે ત્યારે નિરાવરણપણું પ્રાપ્ત થાય છે, તેવા નિરાવરણપણાને ઉઘાડ વધવા ઘટવા સાથે સંબંધ નથી.
(૧૪૨૫)
આત્મકલ્યાણની ઈચ્છાથી ધર્મ સાધન કરનારે, એ વારંવાર તપાસવું ઘટે છે, કે ચાલતી પ્રવૃત્તિથી શું લાભ થયો ? જો યથાર્થતા અને નિર્મળતા જ્ઞાનમાં ન આવી હોય તો અવશ્ય કોઈ પ્રકારે વિપર્યાસ થઈ રહ્યો છે. તેમ વિચારવું ઘટે છે અને સત્યમાગમે તે વિપર્યાસ મટાડવો ઘટે છે.
(૧૪૨૬)
જેને આત્મકલ્યાણની મુખ્યતા હોય તેને આત્મકલ્યાણના મુખ્ય હેતુભૂત એવા સત્સંગની મુખ્યતા રહે. તે એવી કે સર્વ પ્રકારના પ્રતિબંધને ટાળી તે સત્સંગને ઉપાસે. જેને યથાર્થ સત્સંગને ઉપાસવાનો વિવેક / પ્રયાસ નથી, તેને ખરેખર આત્મકલ્યાણ કરવું નથી.
(૧૪૨૭)
આત્મ-પરિણામની નિર્મળતા થવા અર્થે સત્પુરુષની ‘નિષ્કામ ભક્તિ’ મુમુક્ષુને ઉત્કૃષ્ટ કારણ છે. આવી નિર્મળતા સમજણની યથાર્થતામાં અને પ્રયોજનની સૂક્ષ્મતાની અંગભૂત છે. (૧૪૨૮)
// જેને મનોબળ હોય, તે પ્રથમ આત્મકલ્યાણનો દૃઢ નિર્ધાર કરે, તો તેવો દઢ મોક્ષેચ્છાનો ભાવ આત્મબળ ઉત્પન્ન થવાનું કારણ બને છે, નહિ તો પ્રાયઃ મનોબળ હઠ પ્રયોગનું કારણ બને
છે.
(૧૪૨૯)