________________
-
૩૬૮
અનુભવ સંજીવની જ્ઞાનની શુદ્ધતા, વ્યાપકતા, અને વેદકતા દ્વારા ભિન્નતાનો અહેસાસ થાય તો સ્વભાવનું ભાવભાસન થવાનો અવસર આવે અને પ્રયોગથી પ્રાપ્ત વિકાસ દ્વારા નિઃશંકતા રહે છે. જ્યાં કલ્પિત ભાવો હોય, ત્યાં આભાસ હોય – થાય છે, અને શંકા રહે છે.
(૧૪૧૮)
માર્ચ - ૧૯૯૫ Wજ્ઞાનીની વાણીમાં પોતાની જ્ઞાનદશાની વાત આવે છે અને પોતાની ભૂતકાળમાં અનુભવેલી મુમુક્ષુ ભૂમિકાની વાત પણ આવે છે. મુમુક્ષુજીવને મુમુક્ષુ ભૂમિકાની વાત / વિષય વિશેષ પ્રયોજનભૂત અને ઉપકારી છે – તેવો અનુભવ મુમુક્ષુને થવો ઘટે છે, નહિ તો યથાર્થતા નથી. તેમાં પણ કોઈ ઉત્તમ મુમુક્ષનો પ્રત્યક્ષ યોગ વિશેષ ઉપકારી થાય છે, કારણકે તેવી ઉત્તમ યોગ્યતા . પરિણમન પ્રત્યક્ષ જોવા મળે છે અને તેથી તેની અસર તુરત બહુ સારા પ્રમાણમાં થાય છે. અહીં પણ પ્રત્યક્ષ પરોક્ષનો નિયમ કાર્યકારી થાય છે. વાણી તો પરોક્ષ છે. - આ સત્સંગ રહસ્ય છે.
(૧૪૧૯)
પરિણામનો સ્વભાવ એકત્ર કરવાનો છે. – સ્વરૂપમાં જ એકત્વ રહે તેવો દ્રવ્ય . સ્વભાવ છે, પરંતુ સ્વભાવથી અજાણ એવો આ જીવ અનાદિથી પરમાં એકત્ર કરી – મમત્વ કરી દુઃખી થઈ રહ્યો છે.
(૧૪૨૦)
એ જીવને અનાદિથી સંયોગની કામના, સુખબુદ્ધિને લીધે રહી છે, જેથી આત્મકલ્યાણનાં સાધનો સત્સંગાદિ નિષ્ફળ ગયા છે. જેના વચનયોગના બળે જીવ નિર્વાણમાર્ગને પામે તેવી સજીવનમૂર્તિનો અનેકવાર યોગ થવા છતાં, તેની ઓળખાણ એકવાર પણ થઈ નથી. ક્વચિત્ જીવે ઓળખવા પ્રયાસ કર્યો છે પરંતુ ઉક્ત સુખબુદ્ધિ રાખીને કર્યો છે, તેથી દૃષ્ટિ મલિન રહી છે, તેથી અંતરદૃષ્ટિના અભાવમાં જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ નથી થતી નથી. સંયોગની કામનાએ જીવની બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. જેથી જ્ઞાનીની અંતર પરિણતિ દેખાતી નથી.
(૧૪૨૧)
- મહાત્મા કદાચિતુ પોતાના અલ્પદોષને મોટા કરીને દેખાડે છે, પરંતુ મુમુક્ષુજીવે તે ગણવા યોગ્ય નથી, અર્થાત્ દોષની ગણનાએ અભક્તિના પરિણામ થાય, તેમ થવું ઘટતું નથી. પરંતુ તેવા વચનોમાં તે મહાત્માની સરળતા, નમ્રતા, નિર્દોષતા આદિ સદ્ગણોનાં દર્શન કરવા યોગ્ય છે.
(૧૪૨૨)
સપુરુષની યથાર્થ ભક્તિ પ્રગટ થયે, તેમની આત્મચેષ્ટામાં જ વૃત્તિ રહે, તેમના અંતર