________________
અનુભવ સંજીવની
૩૬૭ ભવભ્રમણની ચિંતના ન થતી હોય તે જીવે, પોતાના પ્રતિબંધને સમજી – અવલોકીને દૂર કરવો ઘટે. જ્યાં સુધી પ્રતિબંધ હોય ત્યાં સુધી જીવ આગળ વધી શકતો નથી, અર્થાત્ યથાર્થ મુમુક્ષુતામાં પણ પ્રવેશ કરી શકતો નથી.
(૧૪૧૩)
જે સમ્યક્દર્શન માટે જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ અને સશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ જ્યાં સુધી પરિણમનમાં સુધાર થવાના યથાર્થ ક્રમમાં સહજ પ્રવેશ ન થાય, ત્યાં સુધી તેનો અભ્યાસ પરલક્ષી સમજવા યોગ્ય છે. સ્વલક્ષી અભ્યાસ હોય તો તેની સીધી અસર પરિણમન ઉપર આવે જ છે. અર્થાત્ તે જીવ માત્ર વિચાર — વિકલ્પથી સંતુષ્ટ થતો નથી પરંતુ પરિણમન માટે પ્રયત્નશીલ રહે છે.
(૧૪૧૪)
Viણી પંચેન્દ્રિય જીવ તત્ત્વ સમજવા યોગ્ય ક્ષયોપશમ ધરાવે છે, પરંતુ ઘણું કરીને તે પરલક્ષી હોય છે તેથી તે સફળ થતો નથી. જ્યારે જીવમાં નિજ કલ્યાણની અંતરની ભાવનાથી નિર્મળતા આવે છે, ત્યારે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે અને સમજણમાં યથાર્થતા આવે છે. ત્યાં સ્વલક્ષીપણું આવે છે.
(૧૪૧૫)
Vસપુરુષ પ્રત્યે પરમ વિનય (પરમેશ્વરબુદ્ધિએ) ઉત્પન્ન ન થવો, ત્યાં સુધી જીવને મુમુક્ષુતા વર્ધમાન થવાનો પ્રતિબંધ છે. પરમ પ્રેમાર્પણ થતાં તે પ્રતિબંધ મટે છે. જ્યાં સુધી આવો પ્રતિબંધ છે, ત્યાં સુધી યોગ્યતા રોકાઈ જાય છે. ચાર પ્રતિબંધ (સમાજ, કુટુંબ, શરીર, સંકલ્પ-વિકલ્પ) ઉપરાંત આ પાંચમો પ્રતિબંધ (પરમ વિનયની ન્યૂનતા) મટતાં માર્ગ મળે છે. - આ વસ્તુ સ્થિતિ છે.
(૧૪૧૬)
V સપુરુષ પોતાના પરિણમનની ન્યૂનતા ગમે તે શબ્દોમાં દર્શાવે, તેથી તેની મુખ્યતા મુમુક્ષુ જીવને થવી ન ઘટે, પરંતુ ઉલ્ટાની તેમાં તેમની સરળતા, નમ્રતા, આદિના દર્શન થઈ મહાનતાના દર્શન થવા ઘટે, પુરુષમાં ન્યૂનતા જાણતાં અભક્તિ થઈ . સ્વચ્છેદ થઈ, દર્શનમોહ વૃદ્ધિગત થાય છે.
(૧૪૧૭)
V જિજ્ઞાસા - ભેદજ્ઞાનનો પ્રયોગ મુમુક્ષુને ભાવભાસન થયાં પહેલાં કઈ રીતે થાય ? અને તેમાં આભાસ ઉત્પન્ન ન થાય, તેવી નિઃશંકતા રહે ખરી ?
સમાધાન :- જો અવલોકન, આત્મકલ્યાણના લશે, યથાર્થ ચાલતું હોય, તો આભાસ ઉત્પન્ન થવાની શક્યતા નથી. કારણકે યથાર્થ અવલોકનમાં જ્ઞાનની નિર્મળતા કેળવાય છે. અવલોકન પદ્ધતિથી