________________
૩૬૬
અનુભવ સંજીવની
- એક મરણની અથવા મૃત્યુના કારણની જીવને જેટલી ગંભીર ચિંતા થઈ જાય છે, તેથી અલ્પ ચિંતા અનંત જન્મ-મરણ અને તેના કારણની, પણ ન થતી હોય ! તો જીવને માર્ગ કયાંથી સૂઝે ? અથવા તેને દઢ મોક્ષેચ્છા ક્યાંથી પ્રગટ થાય ?
(૧૪૦૮)
- સંસ્કાર નયે આત્મા અન્ય પદાર્થના સંસ્કાર ઝીલનારો છે.” (પ્રવ. સાર.) - આ જીવનો પર્યાય સ્વભાવ છે. તેથી મુમુક્ષુને સંગનો વિવેક હોવો આવશ્યક છે. સંગની અસર લાગે જ છે. તેથી વિવેકી સત્સંગનો આશ્રય કરે છે. અન્ય સંગના યોગે આ જીવ અસંગ સ્વરૂપને ભૂલ્યો છે. ઉક્ત સિદ્ધાંતને લીધે શ્રીગુરુના ચરણ સાનિધ્ય સેવનનો શ્રી જિનનો ઉપદેશ છે, જે પરમ હિતકારી
(૧૪૦૯).
છે
પ્રશ્ન :- પરમાગમોમાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વનો ઉલ્લેખ કેમ એટલો જોવામાં આવતો નથી?
ઉત્તર :- જેમ મહાન શાસ્ત્રો તે કાળે સંક્ષિપ્ત સૂત્રોથી રચાયા અને વિસ્તારની શાસ્ત્રકર્તાને જરૂર ન જણાઈ, તેમ આ સામાન્ય સમજની વાત કહેવા • ભાર દેવા જેવું ન લાગ્યું હોય ! તેમ સંભવ છે. પરંતુ તેથી વસ્તુસ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. કોઈપણ મહાત્માનો અભિપ્રાય તે સર્વ આખપુરુષોનો અભિપ્રાય છે. તે નિઃશંક છે. ખરેખર તો આવી વાત સત્પરુષે પોતાને કહેવાનો - કહેવા જેવો હીણો સમય આવ્યો તે સ્થિતિ ઘણી કરુણાજનક છે ! છતાં તેમાં પણ વિવાદ થાય ! હે ! પ્રભો ! કેવો કળીયુગ !
(૧૪૧૦)
જે ઘણું કરીને સર્વ ધર્મમતમાં સદ્ગણનો આદર અને અવગુણનો અનાદર માન્ય છે અને તદર્થે સર્વ ધર્મમાં સ્વમતી પ્રમાણે પ્રતિપાદન પણ જોવામાં આવે છે. પરંતુ આ પર્યાય આશ્રિત બોધ ગ્રહણ કરતાં, દ્રવ્યદૃષ્ટિના અભાવમાં પર્યાયમાં જે તે ગુણ ગ્રહણ થતાંની સાથે જ, પર્યાય દષ્ટિને લીધે, તેનું અહમ્ પણ સાથે થઈ આવે છે, જે અનિવાર્યપણે થાય છે, તેનું નિવારણ કેમ થાય? તે તરફ સમ્યક જ્ઞાન વિના સમજી શકાય તેવું નથી. તેથી જ જિનમાર્ગને વિષે સમ્યકત્વના મહિમાનું અલોકિક પ્રતિપાદન છે. તેવું અન્યમાં તે વિષયનું ક્યાંય પ્રતિપાદન નથી. (૧૪૧૧)
જૈન શાસ્ત્રના ઉપદેશ બોધને ગ્રહણ કરવામાં પણ સમ્યકપણે પર્યાયનું અહમ્ ન થાયન થઈ જાય, તેવી સાવધાની રહેવી આવશ્યક છે, નહિતો અન્યમતની જેમ એકાંત થઈ, પર્યાય ઉપરનું વજન અસંતુલિત થઈ, સમ્યકત્વથી દૂર જવાનું બને છે અને પર્યાયનું અહમ્ ઉત્પન્ન થાય છે, દર્શનમોહની વૃદ્ધિ થાય છે.
(૧૪૧૨)