________________
અનુભવ સંજીવની
૩૭૫
શિસ્ત પાલનથી ઉપાસવામાં આવતાં સિદ્ધ થાય છે. જગતવાસી જીવો પુણ્ય-પાપને મુખ્યપણે જુએ છે, તેથી શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતા રહેતી નથી. પરંતુ પ્રથમ શ્રદ્ધા-જ્ઞાન યથાર્થ થવા ઘટે છે. જેથી આચરણ સ્વતઃ યથાર્થ થાય.
(૧૪૬૦)
/ અજ્ઞાન અને દર્શન પરિષહની તીવ્ર વેદના અંતઃકરણની શુદ્ધિનું યથાર્થ કારણ છે. તે થવા અર્થે વારંવાર સ્મરણમાં લેવા યોગ્ય બાબતો નીચે મુજબ છે.
* પૂર્વે કરેલા અપરાધોનો ખરા અંતઃકરણથી પશ્ચાતાપ. * ભાવિ ભયંકર પરિભ્રમણની ચિંતા. * નિજ પરમાત્માનો વિયોગ. * સ્વરૂપની શાંતિની અપ્રાપ્તિનો ખેદ. * અશરણભૂત અને અસારભૂત પદાર્થોમાં આ જીવ પ્રીતિ કરી રહ્યો છે, તેનો ખેદ. (૧૪૬૧)
TV પરમાર્થમાર્ગ અનુભવ પ્રધાન છે. તેથી મુમુક્ષુજીવે અનુભવ પદ્ધતિથી જ સ્વકાર્ય કરવું જોઈએ.
જો અનુભવ પદ્ધતિનો પ્રારંભ થાય તો કદી બૌદ્ધિક Approach દ્વારા આગળ વધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, નહિતો અયથાર્થતા આવી જાય, અને આગળ વધી શકાય નહિ પરંતુ ભૂલથી અટકી જવાશે. Feeling stageની નાજુક પરિસ્થિતિ હોય છે. તેમાં બોદ્ધિક પ્રયાસથી દૂર રહી, માત્ર વેદનથી જ આગળ વધવું જોઈએ. – તેમ સહજ થવું ઘટે. યથાર્થતામાં એમ જ થાય.
(૧૪૬૨)
– જ્ઞાની પુરુષના વચન આગમ જ છે. તેવો દૃઢ વિશ્વાસ ન હોય તેને શાસ્ત્રની સાક્ષી મેળવવાનો વિકલ્પ આવે છે તે “શાસ્ત્ર સંજ્ઞા' નામનો દોષ છે – આવો દોષ સ્વચ્છેદરૂપ હોવાથી મહાદોષ છે. જેમાં જ્ઞાની પ્રતિ અવિશ્વાસ રહ્યો છે.
(૧૪૬૩)
Imp
Pસપુરુષ, મુમુક્ષજીવને, સર્વસ્વપણે વર્તે છે. ત્યારે એક્યભાવને લીધે પરદ્રવ્યપણે ભાસતા નથી, કેમકે પરાભક્તિ અભિન્નભાવે હોય છે–આવું જે સપુરુષનું અવલંબન તે આ ભૂમિકાનું અધ્યાત્મ છે. આગમ પદ્ધતિએ સપુરુષનું પરદ્રવ્યપણું તે માત્ર જાણવાનો વિષય છે. (૧૪૬૪)
૧ નિજ પરિણામોનું અવલોકન બે પ્રકારે હોય છે; રાગપ્રધાન અને જ્ઞાનપ્રધાન. રાગ પ્રધાનતામાં યથાર્થતા હોતી નથી. જ્ઞાન પ્રધાનતામાં યથાર્થતા હોય છે.
(૧૪૬૫)