________________
૩૭૬
અનુભવ સંજીવની
ગસ્ટ - ૧૯૯૫
જ્યારે જીવ જન્મ-મરણની ચિંતના / વેદનાપૂર્વક મુક્ત થવાની ભાવનામાં આવે છે, ત્યારે જ તે યથાર્થ સમજપૂર્વક સહજ પુરુષાર્થને યોગ્ય થાય છે, અથવા સંવેગને પ્રાપ્ત થાય છે.
(૧૪૬૬)
પુણ્યનું મૂળ સ્વરૂપ અલૌકિક છે. પરંતુ રુઢિગત તે વિકૃતપણે પ્રસિદ્ધ છે. સત્પુરુષના અનુગ્રહે પાત્ર જીવને શાતા ઉપજે છે, જગતના ત્રિવિધ તાપથી જીવ દૂર થઈ શાતાનો અનુભવ કરે છે, તેવો સત્પુરુષનો અપૂર્વયોગ તે ખરું પુણ્ય છે. જે પુણ્ય યોગે જીવ પૂર્ણપદ પામશે. (૧૪૬૭)
મુમુક્ષુને ભલે બેહદ ઉપકારબુદ્ધિ વર્તે, પરંતુ સત્પુરુષને તો, પોતે કાંઈ જ ઉપકાર કર્યો નથી . તેવો ભાવ વર્તે છે. તેથી તેઓ અંતરંગમાં નિસ્પૃહ હોય છે જ્ઞાનીપુરુષની આ ગુપ્ત
આચરણા છે.
(૧૪૬૮)
-
મુમુક્ષુના પરિણામોમાં ચડાણ-ઉતાર થયા કરે છે, તેનું કારણ હજી ચડતી શ્રેણીમાં આવેલ નથી. પરિણામમાં દોષ થાય, અને તેનો બચાવ થાય, તો તે દોષ અભિપ્રાય સહિત જાણવા યોગ્ય છે, જો અભિપ્રાય વિરુદ્ધ દોષ થાય, તો તેનો બચાવ ન થાય, પરંતુ ખેદ થાય, અભિપ્રાયના બહાને બચાવ થાય, તે અભિપ્રાયની ભૂલ છે.
(૧૪૬૯)
ભૂમિકા પ્રમાણ આત્મભાવના હોવા યોગ્ય ૧. પ્રારંભમાં આત્મકલ્યાણની અપૂર્વ ભાવના અંતરના ઊંડાણની હોય છે. પછી ૨. સ્વરૂપ પ્રાપ્તિ અર્થે સત્પુરુષની પરાભક્તિ ઉત્પન્ન થવારૂપ ભાવ - તે પણ આત્મભાવના છે. ત્યારબાદ ૩. બીજજ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થતાં સ્વરૂપનો અપૂર્વ મહિમારૂપ આત્મભાવના હોય છે, જેના ૪. ફળ સ્વરૂપે સ્વરૂપ લીનતારૂપ આત્મભાવના હોય છે. ૫. મોક્ષમાર્ગમાં સ્વરૂપ સમાધિ તે આત્મભાવના છે.
(૧૪૭૦)
મુમુક્ષુએ સ્વલક્ષી પરિણામ અર્થે અન્ય મુમુક્ષુની અયોગ્યતા – યોગ્યતાનું માપ ન કાઢવું જોઈએ. અન્યને માપવાની ક્ષમતા મુમુક્ષુ – ભૂમિકામાં હોતી નથી, છતાં પરલક્ષીપણાથી તેવી અનઅધિકૃત ચેષ્ટા જીવ કરે તો તેથી અવશ્ય પોતાને નુકસાન થાય છે. સ્વલક્ષી પરિણમનવાળાને સહજ તેવી અપ્રયોજનભૂત પ્રવૃત્તિ થતી નથી.
(૧૪૭૧)
યથાર્થ પ્રકારે નિજદોષના અવલોકનથી જીવનો સ્વચ્છંદ ઘટે છે. અથવા નાશ પામે છે. ત્યારે