________________
અનુભવ સંજીવની
૩૭૭
બીજજ્ઞાન / સ્વરૂપ નિશ્ચયને યોગ્ય નિર્મળતા / ભૂમિકા થાય છે. સ્વરૂપની ઓળખાણ થવાની આ એકમાત્ર અનુભવ પદ્ધતિ છે.
(૧૪૭૨)
*
કોઈ જીવ નિજદોષના અવલોકનપૂર્વક મુમુક્ષુતામાં આગળ વધે છે, ત્યાં સ્વચ્છંદ ઘટે છે, અને ચંચળતા ઓછી થઈ, પરિણામમાં બાહ્ય શાતા આદિ વર્તે છે, તે જો પ્રિય લાગે અને તેની મુખ્યતા વર્તે, તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે ત્યાં હજી બાહ્ય સુખની અપેક્ષા ગઈ નથી, તેથી માનસિક શાંતિ ઠીક લાગી તે લૌકિક સુખની જાતિ એક જાતિનું સુખ પ્રિય લાગ્યું. ત્યાં આત્મા ‘સત્-પરમાનંદરૂપ’ છે, એમ નિશ્ચય નથી. તેમ જ તેવો નિશ્ચય થવામાં, ઉક્ત ભાવોની મુખ્યતા પ્રતિકૂળ છે. વાસ્તવમાં તો અપૂર્વ જિજ્ઞાસાવૃત્તિએ સ્વરૂપ નિશ્ચય થવામાં પરિણામો લાગવા જોઈએ. ઉદાસીનતા વૃદ્ધિગત થવી જોઈએ.
(૧૪૭૩)
-
*
ક્ષયોપશમજ્ઞાનનો ઉપયોગ બે પ્રકારથી થાય છે. વિચારણામાં અને પ્રયોગમાં જયાં સુધી પ્રયોગમાં ક્ષયોપશમ ન લગાવવામાં આવે ત્યાં સુધી યથાર્થતા આવે નહિ અથવા વાસ્તવિક વસ્તુ – સ્વરૂપ સમજવામાં આવે નહિ. મોક્ષમાર્ગની પ્રાપ્તિ સુધીમાં, માત્ર બૌદ્ધિક સ્તરે જ પ્રયાસ કરવામાં આવે તો સફળતા મળે નહિ. સાચી મુમુક્ષુતામાં પ્રયોગ પદ્ધતિની પ્રધાનતા હોય છે. તે જ સાચી કાર્ય પદ્ધતિ છે.
(૧૪૭૪)
જિજ્ઞાસા : વિચારથી સમજાય છે કે વેદનમાં આવવું જોઈએ, પણ તેમ છતાં અવાતું નથી, તો શું કરવું? કેમ વેદનમાં અવાતું નથી ?
સમાધાન : પરલક્ષી વિચારણા હોવાથી, પરિભ્રમણની ભયંકર વાસ્તવિકતા લાગતી નથી જો પોતાને સામેલ (Involve) કરવામાં આવે તો પરિભ્રમણની ચિંતના / વેદનાપૂર્વક ઝૂરણા આવ્યા વિના રહે નહિ, – વેદનાને રોકી શકાય નહિ. એક મરણની ગંભીરતા ભાસે, તો અનંત મરણની કેમ ન ભાસે ? (૧૪૭૫)
સપ્ટેમ્બર - ૧૯૯૫
-જિજ્ઞાસા : સત્સંગમાં પણ યથાર્થ સત્સંગ જ ઉપાસવા યોગ્ય છે. પરંતુ સામાન્ય મુમુક્ષુને આ યથાર્થ સત્સંગ છે કે કેમ ? તે કેમ સમજવું ?
સમાધાન : સામાન્ય મુમુક્ષુને સત્સંગની (અન્યની) પરીક્ષા થવી સહેલી નથી. તેથી તે મુશ્કેલ લાગે, પરંતુ જો પોતાની ભાવના આત્મકલ્યાણની હોય તો, તે ભાવનાનું પોષણ થતું લાગે, તો તે ઉપરથી તે સત્સંગ ઉપાસવા યોગ્ય છે તેવો નિશ્ચય થાય પરંતુ પોતાનો અમુક રાગ