________________
૩૭૮
અનુભવ સંજીવની
કે અભિપ્રાયના પોષણ માટે, સત્સંગ થવો ન ઘટે. તેમજ આત્મરુચિને પોષણ ન મળતું હોય તો તે સંગ છોડી દેવા યોગ્ય છે.
(૧૪૭૬)
આત્માર્થી જીવને ઉદય પ્રસંગમાં વારંવાર હારવાનું બને, પરંતુ જો સત્પુરુષના સમાગમરૂપ યોગ બને તો તે ઉદય પ્રસંગે સંઘર્ષ કરીને અંતે વિજય મેળવીને જ જંપે છે. અને આ પ્રકારે પ્રકૃતિને તોડતો તે આગળ વધે છે. યદ્યપિ પ્રકૃતિ સામે લડવામાં પરિશ્રમ ઘણો લાગે છે, તથાપિ સાચો આત્માર્થી પૂરી શક્તિથી ઉદ્યમ કરે છે.
(૧૪૭૭)
૧૫ તીવ્ર અશાતાના ઉદયમાં જો જીવને યથાર્થ સત્સંગ યોગ રહે, તો જીવ અતિ અલ્પ સમયમાં ઉન્નતિક્રમમાં પ્રવેશ કરી, ભેદજ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી જાય છે. – આમ ક્યારેક કોઈને તીવ્ર અશાતાનો ઉદય અધિક કલ્યાણકારી નીવડે છે. બહુભાગ શાતા સમયે જીવનો પુરુષાર્થ ધર્મ મંદ રહે છે.
(૧૪૭૮)
૫
પરિભ્રમણની યથાર્થ ચિંતના / વેદના આવે તો જીવ યથાર્થપણે ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે, અને પરિભ્રમણનાં કારણો ન ટળે ત્યાં સુધી જંપતો નથી; સતતપણે તે વાત તે જીવને ખસતી નથી. અહીંથી યથાર્થ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે. આવી ઉદાસીનતા ઉદયભાવમાં નીરસતા લાવે છે, જેથી પરિણામમાં ઉદયભાવથી થતી મલિનતા રોકાય જાય છે, અને નિર્મળતા આવવા લાગે છે.
(૧૪૭૯)
જીવને પ્રકૃતિનો ઉદય દસમા ગુણસ્થાનના અંત સુધી છે, તેથી નીચેના ગુણસ્થાને આત્મજાગૃતિ દ્વારા તેનો પરાભવ સાધક કરે છે, પરંતુ મુમુક્ષુની ભૂમિકા અત્યંત નાજુક હોવાથી, ત્યાં પ્રકૃતિવશ થઈ જઈને તે પ્રાયઃ પછાડ ખાય છે. પરંતુ જેણે જીતવાનો નિર્ધાર કર્યો છે, તે વારંવાર પ્રકૃતિ સામે લડે છે અને અંતે જય પામે છે. આ લડાઈ કઠણ લાગે તોપણ નીચે મને બેઠાં વિના લડવી જ જોઈએ. જે મુમુક્ષુ પ્રકૃતિ સામે હારી જાય છે, તે જાગૃતિના અભાવે પોતાને નુકસાન કરે છે. સત્પુરુષની અત્યંત ભક્તિ પ્રકૃતિમાં ન જોડાવાનું પ્રબળ કારણ છે, પ્રકૃતિને જીતવાનો આ અતિ ઉત્તમ અને સુગમ ઉપાય છે.
જ
(૧૪૮૦)
૭ સત્પુરુષની વિદ્યામાનતાએ, આત્માર્થી જીવને તેનું ચરણ સાનિધ્ય પ્રાપ્ત થવું તે અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે, પરિભ્રમણ કરતાં જીવને મુક્તિના માર્ગે વળવાનો Turning point ની ઉજળી તક અહીં સાંપડે છે અને જો જીવ ભાગ્યશાળી હોય તો આવા ચરણ સાનિધ્યમાં યથાર્થ મુમુક્ષુતા