________________
૩૭૯
અનુભવ સંજીવની
પામી આત્મહીતના માર્ગે વળે છે, તેવામાં સત્પુરુષની અત્યંત ભક્તિને લીધે તે જીવ અનેક પ્રકારના સંભવિત દોષોથી બચે છે. (૧૪૮૧)
શુદ્ધ નિશ્ચયથી પોતે મૂળ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે પરમાત્મપદે બિરાજમાન છે, પરંતુ આત્માર્થીને વર્તમાન ભૂમિકાનો અનુભવ સમજમાં પણ છે, જેમાં અત્યંત પામરતા અનુભવાય છે. આ બંન્ને વચ્ચે જે મોટો તફાવત છે, તેની યથાર્થતા સમજાતાં જીવનો પુરુષાર્થ અવશ્ય ઉપડે છે, અને પામરતાથી પ્રભુતા પ્રત્યેનું પરિણામમાં વલણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પામરતાનો ખેદ પામરતા મટાડવા અર્થે થાય છે, (પામરતા દઢ કરવા અર્થે નહિ) તેમજ સ્વરૂપની સમજણ ભાવભાસન થવા પ્રેરે છે, માત્ર કલ્પિત માનવા માટે નહિ. આમ બંન્ને વાતનો મેળ Co. ordination કરી પ્રયોજન સાધવું ઘટે છે. કોઈ એક વાતનું અસંતુલન થાય તો પ્રયોજન સધાતુ નથી, સંતુલન જાળવવા સત્સંગ જેવું ઉપકારી સાધન બીજું કોઈ નથી.
માત્ર પામરતા જ વેદાય તો નિરાશા (Depression) આવી જવાથી ઘણું નુકસાન થાય છે – પુરુષાર્થ ઉપડતો નથી. અને માત્ર સ્વરૂપનો જ વિકલ્પ કરે તો, સ્વરૂપ પ્રગટ કરવાની જિજ્ઞાસા જ ઉત્પન્ન ન થાય અને જીવ કલ્પનાએ ચડી જાય છે.
(૧૪૮૨)
આત્માર્થી જીવ પ્રયત્નથી દર્શનમોહને મંદ કરે છે, પરંતુ તેમાં ક્ષતિ રહેવાથી અન્યથા પરિણમન થઈ જવાથી દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. ફળ સ્વરૂપે સમય વ્યતીત થઈ જાય છે, અને ફરી થયેલા નુકસાનને સરખુ કર્યા પછી આગળ વધવાનું બંન્ને છે. આમ વારંવાર પરિણામોની ચડ ઉતર થ કરે છે. યથાર્થ બળ જાગૃત થાય તો ઉન્નતિ ક્રમમાં ઝડપથી આગળ વધી જીવ ગ્રંથિભેદ કરી લ્યે છે. ત્યાં અલ્પ સમયમાં સિદ્ધિ થાય છે.
(૧૪૮૩)
જિજ્ઞાસા : આત્મ-કલ્યાણને સુલભપણે પ્રાપ્ત થવામાં, જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકતાન થવું આવશ્યક છે, પરંતુ તથારૂપ એકતાન થવાનું સુલભ નથી, ઘણું જ અસુલભ છે, તે શા માટે ? સમાધાન ઃ આજ્ઞામાં એકતાન થવામાં અવરોધરૂપ પરિણામોમાં, - સ્વચ્છંદ, પ્રતિબંધ તેમજ પ્રકૃતિના ઉદયમાં જોડાણ થવું વગેરે પરિણામો હોય છે, તે સિવાઈ પૂર્વગ્રહ, પ્રમાદ, ૨સંગારવ તાના પરિણામો પણ અવરોધ કરે છે. પરંતુ આજ્ઞાના અવલંબને અને આશ્રયભક્તિપૂર્વક પરમપ્રેમે પ્રયાસ કરતાં સહજમાત્રમાં તે અવરોધો દૂર થઈ શકે છે.
(૧૪૮૪)
ઓઘભક્તિ પણ સંસાર છે, જો તેમાં નિષ્કામતા ન હોય તો. નિષ્કામતાથી નિર્મળતા આવે છે, જેથી કાળે કરીને ઓળખાણ થઈ ખરી / યથાર્થ ભક્તિ પ્રગટે છે અને જીવને તે આત્મહિતનું