________________
૩૮૦
અનુભવ સંજીવની કારણ થાય છે. પુરુષની ઓળખાણ થયે અનન્ય આશ્રય ભક્તિ આવે છે જેથી અનેક દોષની નિવૃત્તિ સહજ થાય છે.
(૧૪૮૫)
ઑક્ટોબર - ૧૯૫ મુમુક્ષતાની પ્રત્યેક ભૂમિકામાં છે તે ભૂમિકાનું ભાવભાસન આવે તો તે તે ભૂમિકાનું યથાર્થપણું છે, જેમકે સંસારના સમસ્ત પરિણામો પરિભ્રમણના કારણરૂપ ભાસે – દુઃખરૂપ ભાસે, તો યથાર્થ વેદના આવે. તેમજ પૂર્ણતાનો ભાવ ભાસે તો લક્ષ બંધાય અને જેમ જેમ અવલોકન થાય તેમ તેમ સ્વભાવનું ભાસન આવતું જાય.
| (૧૪૮૬)
? દર્શનમોહને જ્ઞાન અને ચારિત્રના પરિણમન સાથે સંબંધ છે. જ્ઞાનમાં વિપરીત અભિપ્રાય થતાં દર્શનમોહ તીવ્ર થાય છે, અને અવિપરીત / યથાર્થ અભિપ્રાય થવાથી દર્શનમોહ મંદ થાય છે. ચારિત્રમાં કષાય રસ તીવ્ર થવાથી દર્શનમોહ તીવ્ર થાય છે અને કષાયરસ યથાર્થ પ્રકારે મંદ થવાથી દર્શનમોહ મંદ થાય છે. તેથી મુમુક્ષુજીને વિવેકપૂર્વક દર્શનમોહના પરિણામમાં અનુભાગ ઘટે તેમ પ્રવર્તવું યોગ્ય છે.
(૧૪૮૭)
/ ઉદયભાવોનાં અવલોકનમાં જે તે ભાવો પાછળના અભિપ્રાયનું અવલોકન હોવું જરૂરી છે. તેથી પ્રતિબંધ પકડાય છે અને તે પ્રતિબંધથી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાવાનું શક્ય બને છે.
(૧૪૮૮)
મુમુક્ષતા (પૂર્ણતાનું લક્ષ) પ્રાપ્ત થયા પછી પણ, ઉદયભાવમાં ઉગ્રપણે પ્રકૃતિમાં જોડાણ થવાથી પરિણામો બગડે છે, તેનું કારણ જાગૃતિની ઓછપ, પ્રયોજનની પક્કડમાં શિથિલતા, સ્વચ્છેદ અને પરમ વિનયની ઓછપ છે. પુરુષની અત્યંત ભક્તિ ઉક્ત દોષો મટાડવાનું પરમ ઔષધ છે. પરમ સત્સંગ યોગ તેનું સાધન છે. આ દોષ પૂર્વાગ્રહ અને ઉદય પ્રસંગની પક્કડ થવાથી જન્મ પામે છે.
(૧૪૮૯)
ભક્તિ અર્થાત્ સપુરુષ પ્રત્યે બહુમાન તેની સાથે સાથે પ્રેમરૂપ ભક્તિ થવાથી સોનામાં સુગંધ ભળવા સમાન થાય છે, જે આત્મબોધ પ્રગટવાનું અંગ છે. તેને રહસ્ય ભક્તિ પણ કહેવાય છે. - આ રહસ્યને જે જાણે છે, તે તેને માણે છે, જે માણવા જેવું છે. જે માણનાર ભક્ત સામાન્ય લૌકિક વ્યવહારનું ઉલ્લંઘન કરતા દેખાય છે, તો પણ તે તેનો ગુણ છે, અવગુણ નથી.
(૧૪૯૦)