________________
અનુભવ સંજીવની
૩૮૧ જ્યારે પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય છે, ત્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે, અર્થાત્ તે જીવને ભક્તિનું અર્મ કદી આવતું નથી, પરંતુ ઉલ્ટાનું તેનું માન અત્યંત ગળી જાય છે.
(૧૪૯૧)
તત્ત્વ . અભ્યાસ દરમ્યાન આત્મસ્વરૂપ સમજાતાં, પરલક્ષી સમજણથી તે વિકલ્પનું કારણ થાય છે. પરંતુ સ્વલક્ષી સમજણમાં સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન દ્વારા જ્ઞાન લક્ષણના આધારે સ્વભાવનો સ્વીકાર ભાવભાસનથી આવે તો તે અનુભૂતિનું કારણ બને છે.
(૧૪૯૨)
જ્ઞાની પુરુષ અને તેમના વચનના દઢ આશ્રયથી જીવનમાં મોક્ષ પર્વતના સર્વ સાધન સુલભપણે સિદ્ધ થાય છે. - આ સુગમપણે તરવાનો ઉપાય, નિષ્કારણ કરૂણાશીલ સત્પરુષે બતાવ્યો છે, તેમને અત્યંત ભક્તિથી નમસ્કાર હો !
(૧૪૯૩)
Wજ્ઞાનીને પણ આત્મદશાને ભુલાવે તેવા ઉદય, ઉદયમાં આવે છે, પરંતુ તેને સમભાવથી વેદીને અધિક નિર્મળતા પ્રાપ્ત કરવાની જ્ઞાનીની રીત હોય છે. મુમુક્ષુનો પ્રયાસ પણ કથારૂપ હોવો યોગ્ય છે. ગમે તેવા ઉદયમાં જાગૃતિ ન છૂટવી જોઈએ. અભિપ્રાયની દઢતાપૂર્વક પ્રયત્ન થવો ઘટે, તો અવશ્ય સફળતા મળે.
(૧૪૯૪)
Vએક ગુણને અનંત ગુણનું રૂપ છે. તેમાં સર્વજ્ઞ શક્તિને અસ્તિત્વનું રૂપ છે, તે સર્વજ્ઞ શક્તિની હયાતીથી સમજાય છે, પરંતુ અસ્તિત્વગુણને સર્વજ્ઞપણાનું રૂપ દેખાતું નથી; તેથી ઉક્ત સિદ્ધાંત માટેની સમસ્યા ઊભી થાય છે. તથાપિ એમ વિચારવામાં આવે કે જે સર્વજ્ઞપણાનું અસ્તિત્વ છે તે અસ્તિત્વને સર્વજ્ઞપણાનું રૂપ હોવું ઘટે છે, જેમકે પરમાણુનું અસ્તિત્વ જડ રૂપે છે અને જીવનું અસ્તિત્વ ચેતનરૂપે છે, આ પ્રકારે ઉક્ત સિદ્ધાંત સમજવો સુગમ થાય છે. (૧૪૯૫)
નવેમ્બર - ૧૯૯૫ ભેદજ્ઞાનના પ્રયોગથી ઉદાસીનતાના ક્રમમાં નવા સ્તરે પ્રગતિ થાય છે અને અનુક્રમે તે ઉદાસીનતાને લીધે પરભાવથી ભિન્નપણું / મુક્તપણું સધાય છે. યથાર્થ ભેદજ્ઞાનનું આ સ્વરૂપ છે.
જ્ઞાની પુરુષની “આશ્રયભક્તિ ઉત્પન્ન થાય તે ઉત્તમ મુમુક્ષતાનું લક્ષણ છે. “આશ્રયભક્તિથી