________________
૩૮૨
અનુભવ સંજીવની સ્વછંદ જેવા મોટા દોષ મટે છે, અને અનેક પ્રકારના નાના દોષ ઉત્પન્ન જ થતાં નથી, આશ્રયભક્તિ આવતાં સપુરુષના બોધ વચનોનું યથાર્થ ગ્રહણ થાય છે, જેથી જીવનું આત્મ-કલ્યાણ સુગમતાથી થાય છે.
(૧૪૯૭)
V યથાર્થ સમજણ થવામાં પૂર્વગ્રહ – એ મોટો અવરોધ છે. તેથી સમજવા ઈચ્છતાં જીવે પૂર્વગ્રહ છોડવાના અભિપ્રાયથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો પૂર્વગ્રહ છોડયા વિના સમજવાની જિજ્ઞાસા હોય તોપણ સમજી શકાય નહિ. પૂર્વગ્રહ બાહ્ય વ્યવહાર અંગે હોય, અને વ્યવહારે તે યોગ્ય હોય, પરંતુ તેના ઉપરનું વજન એટલું હોય કે જેથી આગ્રહ રહ્યા કરતો હોય – મતાગ્રહ એટલે પોતાના મત – અભિપ્રાયનો આગ્રહ રહ્યા કરવાથી બાહ્યદૃષ્ટિ દઢ થઈ પરમાર્થમાં બાધક થઈ વિકલ્પ વૃદ્ધિ થાય છે, તેવો પૂર્વગ્રહ પણ મૂકી દેવો.
(૧૪૯૮)
/ જિજ્ઞાસા : લોકસંજ્ઞા ન હોવી જોઈએ, છતાં બાહ્ય વિવેક મુમુક્ષુને હોવો જોઈએ. આ બંન્ને પરિણામો વચ્ચેની ભેદરેખા કેમ સમજવી ?
સમાધાન : લોકસંજ્ઞાવાળા પરિણામોમાં લોકષ્ટિની એટલી મુખ્યતા રહે છે, કે જેને લીધે આત્મકલ્યાણના પ્રસંગોને જીવ ગૌણ કરે છે, અને તેથી પોતાને નુકસાન થાય છે. જ્યારે બાહ્ય વિવેકનું ક્ષેત્ર બાહ્ય વ્યવહાર છે. તેની મર્યાદા વ્યવહાર પુરતી છે. આત્મકલ્યાણ અંગેના પરિણામો જળવાઈને બાહ્ય વિવેકના પરિણામો થઈ શકે છે અને તેમ ઘટે છે. (૧૪૯૯)
/ જિજ્ઞાસા : જીવની બીજભૂત ભૂલ કઈ છે, કે જે મટવાથી બીજી સર્વે ભૂલો મટે છે ?
સમાધાન : સપુરુષના પ્રત્યક્ષ યોગરૂપ સત્સંગનું મૂલ્ય / મહત્વ ન સમજાયુ, તે જીવની બીજભૂત ભૂલ છે, જે સમજાયાથી જીવ સમસ્ત જગતને ગૌણ કરીને સત્સંગને આરાધે છે; જેથી બીજી સર્વે ભૂલો મટે છે. માટે તેનો વિચાર સૌથી પહેલા થવો ઘટે છે. જો જીવને સર્વ દોષથી મુક્ત થવાની અંતરથી ખરી ભાવના થાય તો, તેને ઉપરોક્ત મૂળભૂત ભૂલથી છૂટવાનું તે ભાવના સહેજે કારણ થાય છે. “સ્વલક્ષી વિચારણાનું પણ આ મૂળ કારણ છે. (૧૫૦૦)
આત્મકલ્યાણ અને આત્મસ્વરૂપની “ઊંડી જિજ્ઞાસા / ભાવના', પુરુષાર્થ ને ઉત્પન્ન કરે છે, સાથે સાથે પ્રયોજનની પક્કડ પણ આવે છે, તેથી હિત સાધન સફળ થાય છે નિજહિતના પ્રયોજનની તીર્ણ પક્કડથી અલ્પ સમયમાં આગળ વધાય છે, અને મતિ વિપર્યાસ છૂટતો જાય છે.
(૧૫૦૧)