________________
અનુભવ સંજીવની
૩૮૩ Vઅન્ય પદાર્થને ગ્રહણ કરવારૂપ ભાવ, જે ઈચ્છા, તે જ્ઞાનને આવરણ કરે છે, તેથી કેવળ નિરાવર-જ્ઞાન થયા પહેલા જે પૂર્ણ વીતરાગતા અર્થાત્ સંપૂર્ણ નિરીચ્છક ઉત્પન્ન થાય છે. આમ થયા વિના કદી કોઈને કેવળજ્ઞાન પ્રગટ થાય નહિ. તેમ છતાં જેઓ ગૃહસ્થાદિ દશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેઓ અધ્યાત્મની પ્રાથમિક ભૂમિકાની સમજથી પણ અજાણ છે. તેમ સમજવા યોગ્ય છે.
(૧૫૦૨)
જે જીવ તત્વ-વિચાર દ્વારા માર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે, તેને સહજ માર્ગ-પ્રાપ્ત એવા જ્ઞાની પુરુષની દાસાનુદાસપણે ભક્તિ પ્રાપ્ત હોય છે. નહિતો કેવળ તત્વવિચાર કરતાં કરતાં શુષ્કતા ઉત્પન્ન થવાની સંભાવના થાય છે. શ્રી આનંદઘનજી આદિ મહાત્માઓએ ભક્તિપદોમાં તત્વ ગંધ્યું છે, તેમાં આ રહસ્ય છે.
(૧૫૦૩)
V જિજ્ઞાસા : જીવને પુરુષની વિદ્યમાનતાની આવશ્યકતા નથી ભાસતી તેનું શું કારણ ?
સમાધાન : જ્યાં સુધી મુક્ત થવાની અંતરથી ખરી ભાવના થતી નથી. અને ઉપર ઉપર ધર્મ-પ્રવૃતિ જીવ કરે છે. તેને આ પ્રકારની સૂઝ આવતી નથી. અનંતકાળ આ પ્રકારની બીજભૂત ભૂલ' જીવે કરી છે. તેવો નિશ્ચય કરી, આ ભૂલ મટાડવી ઘટે.
(૧૫૦૪)
પક્ષાંતિક્રાંત થવા માટે આત્માર્થી જીવ સ્વરૂપ લક્ષે થતા વિકલ્પની પણ ઉપેક્ષા કરે છે. જેથી સ્વાનુભવ યોગ્ય સ્થિતિ થાય છે. - આ સિદ્ધાંતથી સ્વતઃ સિદ્ધ થાય છે કે આત્માર્થી જીવ તે પહેલાં સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી સારી રીતે ઉદાસીન થયેલો હોય છે.
તેથી, જ્યાં સુધી આત્માર્થીની ભૂમિકામાં અપેક્ષાભાવ રહ્યા કરે ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં આગળ વધી શકે નહિ. પરની અપેક્ષાવૃત્તિ જ જીવને સ્વરૂપ પ્રતિ – અંતર્મુખ વળવામાં રૂકાવટ કરે છે. જેથી જે જીવ અંતરમાં વળવા ઈચ્છે છે, તેણે પોતાની પર . અપેક્ષિત વૃત્તિને મટાડવી ઘટે છે. પર અપેક્ષિત વૃત્તિ સ્વયં દીન ભાવ છે, જે સ્વયંના અનંત સામર્થ્યનો અનાદર ભાવ છે.
(૧૫૦૫)
ડિસેમ્બર - ૧૯૯૫ જિજ્ઞાસા : કોઈ જીવ સંસાર-પ્રવૃત્તિને છોડી, તત્વજ્ઞાનનો અભ્યાસ ઘણો કરે, તેને તત્વચિ ગણાય કે નહિ ?
સમાધાન : સ્વલક્ષી તત્વજ્ઞાનનો અભ્યાસ હોય તો જ તત્વચિનો સદ્ભાવ ગણાય. અથવા તે પ્રકારે તત્વચિનો પોષણ મળે અને તે વૃદ્ધિગત થાય તો તત્ત્વરુચિ ગણાય નહિ તો તત્વ.