________________
૩૮૪
અનુભવ સંજીવની અભ્યાસ કરતાં કરતાં જાણપણું વધારવાની અપેક્ષાવૃતિ રહે અને તેથી પરરુચિ-કુતૂહલવૃતિને પોષણ મળે છે અને તેથી દર્શનમોહ વૃદ્ધિગત થાય છે, આત્મરુચિ પ્રયોજન સાથે સંકળાયેલ છે, પ્રયોગ વિનાના વાંચન-વિચાર શુષ્કતા ઉત્પન્ન કરે છે. અવળી રુચિ સવળી રુચિને રોકે છે. પર રુચિવાળા જીવને નિજ પ્રયોજન છૂટી જાય છે.
(૧૫૬)
જિજ્ઞાસા : ભક્તિમાર્ગમાં આવેલ જીવના ભાવો કેવો હોય ?
સમાધાન : સત્પરુષની ઓળખાણ થયે, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ ઉપરાંત, આજ્ઞાઆશ્રિતપણે, સર્વાર્પણપણે રહીને વર્તે છે. તે જીવને યથાર્થ ભક્તિના જે અંતર વૈરાગ્યને તથા જ્ઞાનની નિર્મળતાને ઉત્પન્ન કરનારી હોય છે. (૧૫૦૭)
* જે મુમુક્ષજીવ સત્સંગને અને આત્મકલ્યાણની યથાર્થ ભાવનાવાળા હોય, તે બીજા મુમુક્ષુની તથા પ્રકારની ભાવનાને ભલા પ્રકારે સમજે છે. તેથી તેની અનુમોદનાપૂર્વક તે ભાવના અને ભાવનાવાનનો વિશેષ આદર કરે છે. જો તેથી વિરૂદ્ધ પરિણામ હોય તો પોતાની ભાવના યથાર્થ નથી . તેમ સમજવા યોગ્ય છે.
(૧૫૦૮)
જિજ્ઞાસા : શુદ્ધ પ્રેમ સહિતની ભક્તિ હોય ત્યાં સ્વામિત્વ અને અધિકાર ભાવ હોય ? ત્યાં કેવા ભાવ હોય ?
સમાધાન : જ્યાં શુદ્ધ પ્રેમરૂપ ભક્તિ હોય, ત્યાં અધિકારબુદ્ધિ ન હોય, પરંતુ ત્યાં સર્વાર્પણબુદ્ધિથી ઉત્પન્ન નિર્મળ પ્રેમ-ભાવો હોય છે. જે સ્વ-પરને ઉપકારક થાય છે. ભક્તિ કરનાર ઉપકારી પુરુષ પ્રત્યે સ્વામિત્વ અને અધિકારથી વર્તે ત્યાં અભક્તિના પરિણામ થાય છે, જે શુદ્ધ પ્રેમ-ભક્તિથી વિરુદ્ધ પ્રકાર છે.
(૧૫૦૯)
| મુમુક્ષુજીવ તત્ત્વ – અભ્યાસ દ્વારા પોતાના આત્માનું ભિન્ન અસ્તિત્વ સમજીને સમ્મત કરે છે. પરંતુ જો ઉદયમાન કુટુમ્બ આદિ સંયોગમાં પોતાપણે વર્તે છે, તો ઉપરોક્ત સમજણ નિષ્ફળ જાય છે, અર્થાત્ ભિન્ન પદાર્થમાં પોતાપણું થવાથી (અસ્તિત્વ અનુભવાવાથી) શ્રદ્ધામાં મિથ્યાત્વ દઢ થાય છે, તેથી નિજ સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ શ્રદ્ધામાં થઈ શકે નહિ, નિજમાં નિજબુદ્ધિ થવાથી પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ શ્રદ્ધાની શક્તિ તૂટે છે, અને તે ક્રમે કરીને ઉપશમે છે. ટુંકામાં પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ મિથ્યાત્વ નિજ અસ્તિત્વને ભૂલાવે છે.
(૧૫૧૦)
4 જિજ્ઞાસા : બાહ્ય ઉપયોગ અને પરલક્ષીજ્ઞાનમાં શુ અંતર છે ? બંન્નેમાં શું નુકસાન થાય