________________
અનુભવ સંજીવની
૩૮૫
અને તેવા નુકસાનથી કેમ બચવું ?
સમાધાન : બંન્ને જ્ઞાનના દોષ છે, પરલક્ષી જ્ઞાન દર્શનમોહ આદિ સર્વદોષનું ઉત્પાદક છે. પરલક્ષને કારણે સાચી સમજણ પણ પ્રયોજન સાધક થતી નથી. તેથી અંગપૂર્વનું જાણપણું પણ નિષ્ફળ જાય છે અને ઉપયોગ કદી અંતર્મુખ થઈ શકતો નથી. બાહ્ય ઉપયોગ પણ જ્ઞાનનો વિભાવ છે. જે છદ્મસ્થ અવસ્થા પર્યંત અનિવાર્યપણે ચાલુ રહે છે. તેથી પરસત્તાનું અવલંબન થાય છે. અંતર્મુખ ઉપયોગ દ્વારા બાહ્ય ઉપયોગ મટે છે અને સ્વલક્ષ થવાથી પરલક્ષ છૂટે છે.(૧૫૧૧)
ૐ જિજ્ઞાસા : જ્ઞાનીને તો સ્વરૂપના આધારે દોષ મટે છે, પરંતુ મુમુક્ષુને દોષ રહિત થવા અર્થે શેનું / કોનું અવલંબન હોય છે ?
સમાધાન : મુમુક્ષુ અંતરના ઊંડાણથી આત્મહિતની ભાવના જાગે તો તેને પોતાની ભૂમિકાના દોષોનો અભાવ થઈ, અનુક્રમે જ્ઞાનદશાની પ્રાપ્તિ થાય છે. આમ ભાવનાના આધારે દોષ મટે છે, તે ઉપરાંત સત્પુરુષનો આધાર પણ મુમુક્ષુને દોષ મટવાનું મોટું કારણ છે સત્પુરુષનો આશ્રય, ચરણ શરણ મળતાં, જીવ સંસાર તરી જાય છે. સુગમપણે દર્શનમોહ સંત ચરણે ઘટે છે અને અનુક્રમે સર્વ દોષોનો ક્ષય થાય છે. (૧૫૧૨)
જિજ્ઞાસા : આત્મભાવના થાય છે અને વિકલ્પ પણ તેવા ચાલે, તો જીવ ભાવનામાં વર્તે છે કે વિકલ્પમાં ચડી ગયો છે. ? તે કેમ સમજાય ?
સમાધાન : ભાવનાવાળાનું હૃદય ભીંજાયેલું હોય છે. તેને આત્મસ્વરૂપના દ્યોતક વચનો રુચે છે અને અંતરમાં શોધકવૃત્તિ ચાલુ રહે છે, તે જીવ સંતોષાતો નથી, વિકલ્પે ચડેલો જીવ સંતોષાઈ જાય છે, તેને શુષ્કતા આવી જાય છે અને પ્રયોજન સધાય છે કે નહિં તેની કાળજી તેને રહેતી નથી.
(૧૫૧૩)
- જિજ્ઞાસા : ઓઘસંજ્ઞામાં જીવ હોય તેને આત્મ-પ્રાપ્તિની ભાવના અને સ્વરૂપની ભાવના થાય તો ઓથે થતાં ભાવો દ્વારા ઓઘસંજ્ઞા દૃઢ ન થઈ જાય ? અથવા તે ભૂમિકામાં તેવી ભાવના યોગ્ય છે ?
સમાધાન ઃ આત્મભાવના રુચિ સહિત કોઈપણ ભૂમિકાના મુમુક્ષુને હોવી, તે યોગ્ય છે, અંતરથી ઊઠતી આ ભાવના નિર્મળતાનું સાધન છે, તેથી ઓઘસંજ્ઞા દૃઢ થતી નથી, પરંતુ ક્રમે કરીને તે ઓઘસંજ્ઞાની નિવૃતિ થવા યોગ્ય છે. જો ઉપર છલ્લા વિકલ્પો અને ધારણારૂપ સમજણથી રટણ કરવાની આદત થઈ ગઈ હોય તો ઓઘસંજ્ઞા દઢ થઈ જાય છે. તેવો પ્રકાર થવો ન જોઈએ. (૧૫૧૪)