________________
४८६
અનુભવ સંજીવની V પરિપૂર્ણ સામર્થ્યવાન વસ્તુ-આત્મા–વર્તમાન પર્યાયમાં અપ્રગટ હોવા છતાં, સ્વરૂપે પ્રગટ છે, (વર્તમાનમાં જ.) તેમ શ્રદ્ધા જ્ઞાનનું બળ વધતાં નિર્મળતા થાય છે.
(૧૯૪૦).
ટંકોન્કિર્ણ જ્ઞાયક સ્વભાવ ન ભૂંસાય તેવો, તેનાથી છૂટું ન પડી શકાય, તેવા સ્વભાવે હોવા છતાં, અજ્ઞાનમાં – પરની, એકત્વ બુદ્ધિમાં તેને સર્વથા ચુકી જવાનું બને છે, તે જ મૂળ મિથ્યાત્વ છે. – ખરેખર આ ચૈતન્ય દ્રવ્ય પોતે જગત્નું એક સ્વતંત્ર મહાન સત્ છે સિવાઈ કાંઈ નથી – તેમાં જામવું – અત્યંત તીવ્રતાથી– તેજ સર્વ ઉદ્યમથી સર્વદા સર્વથા કર્તવ્ય છે. (૧૯૪૧)
– જ્ઞાની સ્વભાવમય હોવાથી આદરણીય છે.
(૧૯૪૨)
અંતર સ્વરૂપ અનાદિથી ગુપ્ત છે. અંતરશોધન દ્વારા તે શ્રદ્ધાના જ્ઞાનમાં લેવાય છે. સ્વરૂપની જ જેને તીવ્ર જિજ્ઞાસા છે, જે સર્વ પ્રયત્નથી તેને જ ખોળે છે તેને જરૂર તે મળે છે. સત્પુરુષોના વચનોની અંતર મેળવણી કરી સત્યનો–સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. તે પણ અપૂર્વ છે.
(૧૯૪૩)
V સ્વભાવ તરફના જોર વગરનું જાણપણું – યથાર્થ જાણપણું નહિ હોવાથી – તેનાં ફળમાં સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થતી નથી
(૧૯૪૪)
- સ્વ-તત્વનો નિર્ણય, સ્વસમ્મુખ જ્ઞાન થયા વગર વાસ્તવિક રૂપે થઈ શકતો નથી. (૧૯૪૫)
સ્વાનુભવના પ્રયત્નીએ વિકલ્પના અસ્તિત્વનું લક્ષ છોડી, સ્વભાવ તરફના લક્ષમાં ઉગ્રતા આણવી યોગ્ય છે.
(૧૯૪૬)
અંતર અભ્યાસ – આત્મા પોતે પોતાને ઓળખી અંતર્મુખ (વલણ કરે, એકાગ્ર થવાનો પ્રયત્ન થાય, તે અંતરનો અભ્યાસ છે.
(૧૯૪૭)
- અહો ! વીતરાગ પરમદેવ ! આપ અમારા હૃદયમાં બીરાજો છો.
(૧૯૪૮)
એ આત્મભાવના – આ આત્મા પ્રગટ પરમશુદ્ધ નિરાવરણ ચૈતન્ય સામાન્ય જ્ઞાનનો નિવડ પીંડ, સદા વિજ્ઞાનઘન સ્વભાવી છે, સર્વથી સર્વ પ્રકારે, સદાય અસંગ, નિરપેક્ષ, નિરાલંબ સ્વભાવી,