________________
४८७
અનુભવ સંજીવની પરમાત્મપદ પરમ ઉપાદેય સ્વરૂપ છે. નિરંતર પરમાત્મ ભાવના કર્તવ્ય છે, અર્થાત્ આત્મત્વ દઢભાવથી એકાગ્ર ચિત્તે ઘોલન થવા યોગ્ય છે. આ જિનેશ્વરનો બોધ છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે”
(૧૯૪૯)
“અરે આત્મા ! અંતરમાં નજર કરીને જો તો ખરો ! કે તું કોણ છે ? તું સર્વથી ભિન્ન એક આત્મા છો. સિવાઈ કાંઈ નથી. તો પછી વિચાર કે આ રમત થી માંડી છે ? અને શા માટે માંડી છે ? ક્યાં સુધી આમ કર્યા કરવું છે ? શું હજી તને આ વ્યર્થ મિથ્યાભાવો નો થાક લાગતો નથી ? આ અગ્નિઝાળ (વિકલ્પોની પરંપરામાં શાંતિ અનુભવાય છે ? બળતરામાં શાંતિ કે ટાઢક વળે ખરી ? તારા નિજકાર્યની જવાબદારીને કેમ વિસરે છે ? અને ભાનભૂલી પ્રવર્તે છે ? બે જવાબદારની કિંમત કેટલી ? બેજવાબદારપણે વર્તતા તેનું ફળ પણ ભોગવવું જ પડશે.
(૧૯૫૦)
આ આત્મતત્વ એવું છે કે જેનું લક્ષ થતાં અન્ય કઈ રુચિ નહિ અહો ! સ્વભાવ તરફના (અત્યંત મંદ કષાય યુક્ત ઉચ્ચ શુભરૂ૫) વિકલ્પમાત્રથી પણ ખસી જવાની જેની તૈયારી રૂપ યોગ્યતા છે, તેને સંસારનાં સંયોગ - પ્રસંગ રુચે, તે અસંભવિત છે; જ્ઞાનીનું હૃદય (અંતર પરિણમન) અગમ્ય છે. આત્મા વેદાય તેને જ જ્ઞાનીની ઓળખાણ પડે છે.
(૧૯૫૧)
ઉચ્ચ પ્રકારના વ્યવહારીક પ્રવર્તનમાં રહેલા જીવે પણ તેવા વ્યવહારની મીઠાશ વેદવા યોગ્ય નથી–ઉદાસીનતા જ કર્તવ્ય છે. તેમ જ્ઞાનીનો બોધ છે, આત્મા અનુપમ, અનંત ગુણોનું ધામ છે. તે જ મહિમા કરવા યોગ્ય છે. એમ સ્વરૂપની સાવધાનીમાં, ક્ષણિક અપૂર્ણભાવરૂપ વ્યવહાર ગૌણ થતાં, તેની મીઠાશ થતી નથી.આ વ્યવહારી મીઠાશ તો આત્માના અમૃતમય જીવન સામેનું ઝેર
(૧૯૫૨)
સ્વરૂપના ધ્યાતાના લક્ષણો – યથાર્થ વસુજ્ઞાન વૈરાગ્ય સહિતપણું, ઈન્દ્રિયમન વશ, સ્થિર ચિત્ત, મુક્તિનો ઈચ્છુક, આળસ રહિત, ઉદ્યમી ધૈર્યવાન.
(૧૯૫૩)
Vદષ્ટિ સમ્યક થતાં, અભિપ્રાય એમ રહે કે, હું તો વીતરાગ સ્વરૂપ હોવાથી, પૂર્ણ વિતરાગ પણે જ રહું છું – આ સ્વરૂપથી વિરુદ્ધ જાતિના પ્રગટ ભાવો થવામાં, મારું કાંઈપણ નથી. અર્થાત્ હું આ વિજાતીય ભાવોને કરતો નથી, કરાવતો નથી, થાય તેમાં મારું અનુમોદન પણ નથી.
(૧૯૫૪)