________________
४८८
અનુભવ સંજીવની
સંવત-૨૦૧૮ ” “આત્મા પરમાનંદમય જ છે.” એવું દઢ ન રહે તો મુમુક્ષુજીવને લૌકિક સુખ તરફનો ઝુકાવ રહે છે, તે બાધક કારણ છે. સ્વરૂપની અસાવધાની અને જગત પ્રત્યેની સાવધાની તે જ અજ્ઞાન છે, અને પરિભ્રમણનું કારણ છે.
(૧૯૫૫)
સપુરુષથી વિમુખ વર્તવાનું જે જીવને અને તે અનંતાનુબંધીનો પ્રગટ પ્રકાર છે. (૧૯૫૬)
સ્ત્રીનો સમાગમ એ અનુકૂળ જોગ છે, કે જે આત્મદષ્ટિને મહાપ્રતિકૂળ છે, વિશેષ (સ્ત્રી) સંગના યોગથી અસંગ એવું આત્મસ્વરૂપ ભાસ્યમાન થતું નથી, તેથી જ્ઞાન નિવૃત્તિને ઇચ્છે છે. - શ્રીમદ્જી.
(૧૯૫૭)
- જે અનિત્ય છે, અસાર છે, અને અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે ? તે વાત રાત્રી દિવસ વિચારવા યોગ્ય છે. – શ્રીમદ્જી.
(૧૯૫૮)
Wજીવ સર્વત્ર એકલો જ છે, એકલો જન્મે છે, એકલો જ નિજ પરિણામમાં સુખ-દુ:ભોગવે છે, એકલો મરે છે, સ્વભાવને પામી સિદ્ધિમાં પણ એકલો જ જાય છે. (૧૯૫૯)
અંતર્મુખ-કેવળ અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે, જ્યાં ચૈતન્યરત્ન ચમકે છે. અહો ! જગત જેણે સ્વથી (પોતાથી) ખાલી જોયું તેવા જગતને વિષે પોતે કેમ સ્થિતિ કરે ? આત્મામાં જ કરવાનું
રહ્યું.
(૧૯૬૦)
- દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો છે, તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું નથી, નિરાશ થવા જેવું નથી. – શ્રીમદ્જી.
(૧૯૬૧).
vહું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છઉં, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર, એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય, હું માત્ર નિર્વિકલ્પ છઉં. – શ્રીમદ્જી.
(૧૯૬૨)
જ્ઞાન લક્ષણે લક્ષિત થતું પૂર્ણ ભગવાન નીપદ, તેની જ મુખ્યતા રહેવી, તે અન્ય સર્વથી ઉપેક્ષિભૂત થવાનું મૂળ સાધન–ઉપાય છે.