________________
૪૮૯
અનુભવ સંજીવની
- આત્મસ્વરૂપથી વિપરીત–શુભાશુભ–ભાવોમાં અટકવું તે પ્રમાદ છે.
જ્ઞાન સ્વરૂપમાં અત્યંતરુચી ભાવે અટકવું સ્થિર થવું) તે અપ્રમાદ, તે જ પુરુષાર્થ છે
(૧૯૬૩)
*
આત્મસ્વરૂપ મહામહિમાવાન, અચિંત્ય દિવ્ય રત્ન છે, તેની સંભાળ ન લેવી અને અપ્રયોજનભૂત– નિરર્થક-અન્ય પદાર્થોમાં એકત્વપણે રમવું તે મહામૂર્ખતા છે, અનંત કલેષોધિનું કારણ છે.
(૧૯૬૪)
સંવત-૨૦૧૭
હું જ્ઞાન-માત્ર છું તેવા સ્વાકાર પરિણમનમાં, અન્ય-સર્વ જ્ઞેય-માત્ર જણાય, દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે લક્ષ જતાં, તેઓ પણ આ જ વિતરાગી જ્ઞાનને બોધી રહ્યા છે – અનુમોદી રહ્યા છે એમ સ્વરૂપ રુચીના બળથી જણાય છે. (૧૯૬૫)
મિથ્યાજ્ઞાનમાં પુણ્યાદિ સંયોગ-સામગ્રીનું નિત્યપણું ભાસે છે, તે એ રીતે કે, હું સદાય આવા ભોગોપભોગ સહિત જ રહેવાનો છું જ્યારે...તેથી ઉલ્ટું સમ્યક્ત્તાનમાં પુણ્યાદિ યોગે જ્ઞાનીને, બાહ્ય વૈભવ હોવા છતાં તેમાં, (આત્માની નિત્યતાપૂર્વક) અનિત્યતા જણાય છે, તે એ રીતે કે, આ ગમે તે પ્રકારના કહેવાતા અનુકૂળ સંયોગો તો ક્ષણવર્તિ માત્ર છે, અને હું તો નિત્યાનંદમય છું. મારો આનંદ મારામાંથી જ આવી રહ્યો છે, પુદ્ગલમાં જરાપણ નથી, તે પ્રત્યક્ષ છે, જેટલું સંયોગપ્રતિ લક્ષ જાય છે, તે ઉપાધિરૂપ છે.
(૧૯૬૬)
V/ પરિગ્રહ પ્રત્યેની મમતાનો અભિપ્રાય અવિવેકની ખાણ છે.
(૧૯૬૭)
જેમ ધૂમાડાથી આચ્છાદિત થયેલ અગ્નિ દેખાતો નથી, તેમ પુણ્ય-પાપની લાગણીઓમાં જ આત્માપણું મનાય ત્યારે સમ્યક્ પુરુષાર્થનો અભાવ વર્તે છે, અને પરસન્મુખ પરિણમનમાં વેગ એવો વહે છે કે તેમાંથી પાછો વળી જીવ નિજ અવલોકનમાં પ્રવર્તી શકતો નથી. આત્માનો વિકલ્પ સુદ્ધાં, વીર્યના ઊંધા વેગમાં બેકાર જાય છે. પોતે ઊંધા જોરમાં – ઉપર ઉપર તરતી એવી પુણ્યપાપની વૃત્તિઓથી ઘેરાતો, આત્મસ્વરૂપની બેસાવધાનીરૂપ પ્રવાહમાં, અત્યંત ક્લેશને પામે છે. એ જ દુઃખનું સ્વરૂપ છે.
(૧૯૬૮)
ચૈતન્ય સામાન્ય અભંગ અંગ છે.—“અનુભવ પ્રકાશ'.
(૧૯૬૯)