________________
૫૦૪
અનુભવ સંજીવની
અનુભવનો અભ્યાસ–ભ્રમભાવથી થઈ રહ્યો છે. તે વિપરીત અભ્યાસનો અભાવ થતાં, પોતાનું ગુણનિધાન પરમપદરૂપ સ્થાન દેખાય-અને ભવ વાસના વિલય પામે. ત્યારે જગતનું નવનિધાન સંબંધિત સુખ જૂઠું ભાસે. નિજ પરમપદરૂપ સહજપદનો ભાવ ભાવતાં આત્મભાવ પ્રકાશે ત્યાં આત્મશક્તિ વધે.
(૨૦૪૩)
પોષ વદ
૧૪
✓
વાચક શબ્દ તેના અર્થ (વાચ્ય)ને ભાવવો શ્રુત (જ્ઞાન)માં સ્વરૂપના અનુભવકરણ' ને ભાવશ્રુત કહ્યું છે. દા.ત. પરમાત્માને ઉપાદેય કહ્યો છે. તેનું વાચ્ય અર્થાત્ તે રૂપ ભાવ તે ભાવશ્રુતરસ, તેને પી ને સમાધિથી અમરપદ સધાય છે.
(૨૦૪૪)
-
મહા સુદ
૧૪
//જગતમાં જીવો પરમાં (પ્રાપ્ત સંયોગમાં) નિજપણું માની, પોતામાં સુખ કલ્પે છે– આ સર્વથા જૂઠ છે, સૌથી મોટું જૂઠ છે, તેનો દંડ પરિભ્રમણ થવું તે છે. સુખ તો ચૈતન્યના વિલાસમાં ઉત્પન્ન થાય છે.
(૨૦૪૫)
મહા સુદ ૧૫
/ મનોરંજન થાય તેવા ભાવોને મોહથી કરે છે, તે જૂઠા વિનોદ વડે પોતાને ઠગે છે, જો જીવ સ્વરસ અર્થાત્ આત્મરસનું સેવન કરે તો પરભાવની પ્રીતિ જરાપણ ન કરે. અનંતમહિમા ભંડાર સ્વરૂપને જ્ઞાનચેતનામાં પોતારૂપે અનુભવે, તો અવશ્ય તરી જાય.
(૨૦૪૬)
આત્માર્થીની ભૂમિકાની અસ્તિ-નાસ્તિ :– અસ્તિ :
૧. સન્માર્ગ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ. G
૨. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના– અપૂર્વ ભાવના. C
૩. અનંત જન્મ-મરણ (પરિભ્રમણ)થી મુક્ત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન થયેલી અપૂર્વ જિજ્ઞાસા.
G
૪. પરિપૂર્ણ શુદ્ધ (નિષ્કલંક) દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય તે. C
૫. ધ્યેય પાછળ પૂરી લગનીથી જનાર. C
૬. ધ્યેય માટે પૂરી ધગશથી આગળ વધનાર. C
૭. ઉપરોક્ત કારણથી નિજ પ્રયોજનમાં સહજ તીક્ષ્ણ અને સૂક્ષ્મદ્રષ્ટિ પૂર્વક પ્રવર્તનાર. G