________________
૧૦૦
અનુભવ સંજીવની માત્ર યુક્તિ આદિ વડે જે આગમના સિદ્ધાંતને સમજે છે, પરંતુ આત્મભાવના રહિત છે, તેને અધ્યાત્મ તત્વની અરુચિ થાય છે. ત્યાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના વચનો, જે ભાવના વૃદ્ધિનું (પાત્ર જીવને નિમિત્ત થાય છે, તેમાં શબ્દના ગુણદોષ તે જુએ છે. જે આત્મહિતનું નિમિત્તતે દર્શનમોહ વધવાનું કારણ થાય છે, તેથી અધ્યાત્મનું વિજ્ઞાન / સિદ્ધાંત અને રહસ્યથી તે દૂર રહે છે; સ્વ-તત્ત્વ દેખવું દુર્લભ થઈ પડે છે; જે દેખવા માત્રથી સુલભ છે. (૩૭૨)
/ ભાવનામાં સ્વપણું કરવાની વ્યકત શકિત છે, તેથી તેનું ફળ મહાન છે. અનાદિથી જીવ પરની ભાવના કરી, ભવ કરી રહ્યો છે. તેથી એ સ્પષ્ટ છે કે જીવને ભવભ્રમણનું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે તો અવશ્ય ભવભ્રમણ મટે, કારણ સ્વરૂપે ભવરહિત પોતે છે. આમ મોક્ષમાર્ગને વિષે સ્વરૂપ-ભાવનાનું, તેના અગણિત, અનુપમ ફાયદાઓ નિશ્ચિત હોવાને લીધે, અત્યંત મહત્વ છે.
(૩૭૩)
દ્રવ્યદૃષ્ટિએ સર્વ આત્મા સમાન છે. તેથી સમ્યફદષ્ટિને વાત્સલ્ય અંગરૂપ મૂળગુણ પ્રગટ થાય છે. જેને લીધે અંતરમાં ગુણનિધાનની પ્રીતિ અને બિહારમાં સાધર્મી, ગુણચાહક, ગુણવાન પ્રત્યે પ્રીતિ / વાત્સલ્ય સહજ રહે. ફળ સ્વરૂપે માનવ સહજ ઈર્ષ્યા ઉત્પન્ન ન થાય. અને શાસનની અશોભા ન થાય, તેમ વાત્સલ્યવંત પ્રવર્તે. ઉક્ત વાત્સલ્યના અભાવમાં એક શાસનમાં આવેલ મનુષ્યો (વિદ્વાનો પણ) ઈર્ષાથી ઘાયલ થઈ પીડાય છે; તેમ થવું અનિવાર્ય છે. (સ્વલક્ષે વિચારવા યોગ્ય.)
(૩૭૪)
- ધર્માત્માએ અંતરંગમાં સ્વયંનું અલૌકિક સિદ્ધ સ્વરૂપ તેજ ને જોયું છે. તેમનું હૃદય સિદ્ધ
સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું છે. તેથી જ તેમને સમસ્ત જગતનું રાજય સુદ્ધાં તણખલાં સમાન તુચ્છ લાગે છે; તેમજ ઉપાધિનું નિમિત્ત લાગે છે; ભોગ રોગ સમાન લાગે છે. સાધકદશામાં જઘન્ય સ્વરૂપ-વેદન થતાં આવી સ્થિતિ થાય, તો પૂર્ણ પર્યાય અને પૂર્ણ દ્રવ્યનું શું કહેવું? ખરેખર ! સ્વરૂપ મહિમા અચિંત્ય છે !
(૩૭૫)
જિનશાસન બે પ્રકારે છે; એક ભાવ જિનશાસન અને બીજું દ્રવ્ય જિનશાસન–ભાવ જિનશાસન તે જિન સ્વરૂપ નિજપદની આરાધના | સાધના સ્વરૂપ છે. અથવા મોક્ષમાર્ગમાં વિચરનારા ધર્માત્મા દ્રવ્ય તેમજ ભાવરૂપ સમસ્ત જીવંત જિન શાસનરૂપ છે. જ્ઞાન પ્રધાનતાથી ભાવકૃતરૂપ શુદ્ધાત્મજ્ઞાનભાવ જિનશાસન છે. અને દ્રવ્યશ્રત એટલે ભગવાનની વાણી અથવા જિનેશ્વરની આજ્ઞા દ્રવ્યકૃત, તે દ્રવ્ય જિનશાસન છે. કારણ કે દ્રવ્યશ્રુત સ્વયં તીર્થની પ્રવૃત્તિરૂપ છે, તેમજ સમસ્ત પ્રકારની